ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે શખ્સને ઝડપી લેતી દાઠા પોલીસ

1303

દાઠા પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ. એન.એ.ગોહેલ તથા હે.કો. ભરતસિંહ ડોડીયા, ગોવિંદભાઈ મકવાણા, જયરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા, હરદિપસિંહ ગોહિલ, શીવાભાઈ પરમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન ખારડી ગામે આવતા બાતમી મળતા ખારડી ગામે રહેતો રાજુભાઈ વિહાભાઈ ભંમ્મર (ઉ.વ.રપ)ના મકાનના આગળના ભાગે ઉકરડામાં તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ર કિ.રૂા. ૩૬૦૦/- રાખી મળી આવતા તેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleરાણપુરના ગુમ થયેલ બાળકનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો
Next articleપ્રોહીબીશનના ગુનામાં ૩ વર્ષથી ફરાર શખ્સને ઝડપી લેતી ઘોઘારોડ પોલીસ