તા. ર૯-૧રના રોજ જાફરાબાદ શહેરમાં સ્વચ્છતાના સાથે સ્વચ્છતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે નગરપાલિકા જાફરાબાદની આગેવાનીમાં રથ જાફરાબાદના મુખ્ય માર્ગોથી બગીચા રોડ થઈ પોલીસ સ્ટેન્ડ રોડ થઈ મુખ્ય બજારમાં થઈ કામનાથ મહાદેવ ચોકમાથી વિવિધ વિસ્તારોમાં ફરી અને સ્વચ્છતાના સંદેશને સંભડાવશે. આ પ્રસંગે નગરપાલિકા જાફરાબાદના ચિફ ઓફિસર મોરી નગરપાલિકાના પ્રમુખ કોમલબેન બારૈયા, કોળી સમાજના પટેલ સરમણભાઈ બારૈયા, ટીંબી માર્કેટ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, ખારવા સમાજ અગ્રણી અને પુર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી વેપારી એસોસીએશન પ્રમુખ હર્ષદદાદા મુસ્લિમ સમાજ અગ્રણી યુસુબભાઈ ભાડેલા સમાજના થૈયમ, નર્મદા કામદાર સંઘના યુનિયન લીડર સાથે કોળી સમાજના આગેવાનો, ખારવા સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજ, ખેસડી સમાજ, ભાડેલા સમાજના આગેવાનો નગરપાલિકાના ઓફીસીયલ સ્ટાફ, સફાઈ કામદારા ભાઈઓ તથા બહેનો નગરપાલિકાના ચુંટાયેલા સભ્ય્ વિક્રમભાઈ સોલંકી, મહેશભાઈ મકવાણા, દિલીપભાઈ, પ્રવિણભાઈ, સંજયભાઈ, કોળી સમાજના મહિલ પ્રમુખ નાનીબેન સોલંકી, મયુરરીબેન બારૈયા વગેરે આંગણવાડીની બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતાં.