સિહોરમાં મુસ્લિમ સમાજના તમામ પર્વમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. જ્યારે મુસ્લિમ સમાજના ભામાશા કહેવાતા ઇબ્રાહિમભાઈ પાનવાળા ઉર્ફે ઈભુ શેઠ દ્વારા દર પર્વમાં ગરીબો અને સમાજના લોકોને મોટી દાવત પાઠવે છે સાથે જ સોનગઢના માનવ સેવા આશ્રમ મ જઈને ત્યાંના મગજના બીમાર બેસહરા લોકોને મિજબાની ખબરાવીને પોતાના પર્વની ખુશીમાં સામેલ કરે છે. હાલ મુસ્લિમ પર્વમાં અગિયાર મી પર્વ ચાલી રહ્યયુ છે ત્યારે ઇભુ શેઠ દ્વારા મુસ્લિમ સમાજના અને ગરીબો ને દાવત પાઠવી હતી અને સાથે જરૂરિયાત મંદો ને મદદ પુરી પાડી હતી. આ સાથે જ તેમને સોનગઢ ના પીપરલા ગામે આવેલ માનવ સેવા આશ્રમ માં ત્યાં રહેતા મગજના અસ્થિર લોકોને ભોજન કરાવ્યું હતું અને પોતાના ખુશીના પર્વમાં સામેલ કર્યા હતા. પર્વ ઉપરાંત પણ ઇભુ શેઠ જરૂરિયાતના સમયે પોતાના સમાજના લોકો સાથે હંમેશા એક મજબૂત ટેકો બનીને ઉભા રહે છે. અહીં સેવાકીય કાર્યમાં ઇકબાલભાઈ બરફવાળા, શફી પાનવાળા રફીક પાનવાળા અમીન બરફવાળા સાદીક બરફવાળા લાલાભાઈ ફ્રુટવાલા સાજીદ સરફરાઝ મેમણ સહિત પરિવારના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.