ર૦૧૭માં આવેલી સફળ ગુજરાતી ફિલ્મી વિટામીન સી (રૅ૦૧૭)ના અભિનેતા ધ્વનિત ઠાકર અને તથા ડિરેકટર- રાઈટર ફૈઝલ હાશમી તેમની ટીમ સાથે ગુજરાતની સૌપ્રથમ સાયન્સ – ફિકશન ફિલ્મ – શોર્ટ સર્કિટ આવી રહ્યા છે. જેમાં એમની સાથે બ્લોક બેસ્ટર ગુજરાતી ફીલ્મ છેલ્લો દિવસ અને શું થયુંની લીડ એકટ્રેસ કિંજલ રાજપ્રિય અને જાણિતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને એકટર સ્મિત પંડયા છે. તેઓ આજે ભાવનગરના એન્ટરટેઈન્મેન્ટ પાર્કમાં આવ્યા હતાં.
ફિલ્મમાં, ધ્વનિત આઈટી એન્જિનિયર છે, જે પ્રુવભાસ જેવી ઘટનાનો અનુભવ કરી રહ્યો છે અને તેની સાથે મિત્રની ભુમિકામાં પ્રખ્યાત હાસ્લ કલાકાર સ્મિત પંડયા જોવા મળશે. ફૈઝલ હાશમી, ભાર્ગવ પુરોહિત અને મોહસીન ચાવડા દ્વારા લિખિત આ ફીલ્મની વાર્તા ધ્વનિતના પાત્ર સમયની આસપાસ ફરે છે, જે એક નિષ્ફળ વૈજ્ઞાનિક પ્રયોગને લીધે વિકટ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે અને પોતાના પ્રેમને બચાવવા તેને સમયના ચક્રેને અટકાવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ વિશે વાત કરતા અભિનેતા ધ્વનિતે કહ્યું કે હોલીવુડમાં સાયન્સ ફિકશન ફીલ્મો અઢળક પ્રમાણમાં છે. બોલીવુડમાં મિ. ઈન્ડિયા, કોઈ મિલ ગયા, ક્રિ અને રા.વન છે. હવે ગુજરાત પાસે પણ તેની સાયન્સ ફિકશન ફીલ્મ છે શોર્ટ સર્કિટ. ગુજરાતી દર્શકોને આવી ચોકકસ પ્રકારની ફિલ્મ જોવી ગમશે. અમારી ટીમએ ઘણી મહેનત કરી છે અને અમે બધા અતિ રોમાંચિત છીએ!
ફિલ્મના સિનેમેટોગ્રાફી માટે ઈન્ટરનેશનલ ટીમ જોડાઈ છે. પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર મેહુલ સુરતીએ શોર્ટ સર્કિટનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. જે ટીમે તાજેતરમાં રિલીઝ થયેલી રજનીકાંતની ર.૦નું સંગીત મિકસ્ડ કર્યુ છે તે જ ટીમએ ફિલ્મનું સંગીત મિકસ કર્યુ છે. શોર્ટ સર્કિટ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છું જેનું સંગીત મિક્સિંગનું કામ એ.આર. રહેમાનના સ્ટુડિયોમાં થયું છે. ફિલ્મ ૧૧ જાન્ય્આરી, ર૦૧૯ના રોજ રિલીઝ થવાની છે. જેને અંગ્રેજીમાં એજ ઓફ ધ સીટ થ્રિલર કહેવાય એવી આ સર્વપ્રથમ સાયન્સ ફિકશન ટાઈમ થ્રિલર ઝોનરમાં બનેલી એડવેન્ચર ફિલ્મ શોર્ટ સર્કિટ ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બેન્ચમાર્ક ફિલ્મ સાબિત થશે.