ભારતે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવ્યું; સીરિઝમાં 2-1ની સરસાઈ મેળવી

792

મેલબોર્ન – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે અહીં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 137-રનથી પછાડી દીધું છે અને ચાર મેચોની સીરિઝમાં 2-1ની અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો આ 150મો વિજય થયો છે…

ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 258 રનના તેના ગઈ કાલના અધૂરા બીજા આજે આગળ વધાર્યો હતો. પેટ કમિન્સ 61 અને નેથન લિયન 6 રન સાથે દાવમાં હતા. વરસાદને કારણે લંચ પહેલાના સત્રમાં રમત શક્ય બની નહોતી. લંચ પણ વહેલી લઈ લેવામાં આવી હતી. આખરે વરસાદ અટકતાં ભારતીય સમય મુજબ સવારે 7.25 વાગ્યાથી મેચ શરૂ કરવામાં આવી હતી. દાવ શરૂ થયા બાદ ઓસ્ટ્રેલિયાની બાકીની બંને વિકેટ પાડી દેતાં ભારતને માત્ર 4.3 ઓવરની જ જરૂર પડી હતી…

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકચ્છઃ ભચાઉ પાસે ત્રિપલ અકસ્માતમાં 8નાં મોત, મૃત્યુઆંક વધવાની આશંકા