ઓગસ્ટા-વેસ્ટલેન્ડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નાં દાવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, સરકારી વકીલ અને ઈડીનું પ્રતિનિધિત્વ કરી રહેલો વ્યક્તિ કોર્ટમાં રાજનિતી કેવી રીતે કરી શકે ? તેમણે કહ્યું વડાપ્રધાન મોદી તરફથી જે આદેશ અપાઈ રહ્યા છે તેનું જ અનુકરણ કરી રહ્યો છે. હવે અમને કોઈ પણ તપાસ એજન્સી પર વિશ્વાસ નથી. ઈડીએ શનિવારે દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે ક્રિશ્ચિયન મિશેલ સાથે કરેલી પૂછપરછની વિગત આપતા જણાવ્યું હતુ કે, મિશેલે “શ્રીમતી ગાંધી”નું નામ કયા સંદર્ભમાં લીધુ છે તે અંગે અમે કંઈ ન કહી શકીએ, મિશેલે ઈટાલીયન મહિલાનો દિકરો કેવી રીતે પ્રધાનમંત્રી બનશે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.