પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના મોતની તપાસ કરી રહેલા તપાસ કમિશનના વકીલે એક અરજીમાં આરોપ લગાવ્યો છે કે તમિલનાડુના આરોગ્ય સચિવ રાધાક્રિષ્નનને અપોલો હોસ્પિટલની સાથે સાઠગાંઠ અને ષડયંત્ર કર્યું તથા તેમનો અયોગ્ય ઉપચાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ આ જાણાકરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વકીલે એવો પણ આરોપ લગાવ્યો છે કે ૨૦૧૬માં જયલલિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે તાત્કાલીન મુખ્ય સચિવ પી રામ મોહન રાવે જાણી જોઇને ખોટા પુરાવા આપ્યા હતા. આ આરોપોનું આરોગ્ય સચિવ અને હોસ્પિટલ બંનેએ ખંડન કર્યું છે. જ્યારે પૂર્વ મુખ્ય સચિવે કહ્યું કે તેઓ આ અરજી વિશે જાણતા નથી. ન્યાયમૂર્તિ એ. અરુમુગસ્વામીના સ્થાયી વકીલ મોહમ્મદ જાફરૂલ્લાહ ખાનએ માંગ કરી છે.
કે રાધાક્રિષ્નન અને રાવની પેનલ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રતિવાદી તરીકે મુકદ્દમો ચલાવવામાં આવે. વકીલની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોગ્ય સચિવની પેનલની સામે વિરોધાભાસી નિવેદન આપ્યું અને તેઓ જયલલિતાને સારવાર માટે વિદેશ લઇ જવાના વિરૂદ્ધમાં હતા.