રાજુલાના ધુડીયા આગરિયા ગામે સેવા સેતુમાં ૧૩૯ર પ્રશ્નોનો નિકાલ

928
guj992017-2.jpg

રાજુલા તાલુકાના ધુડીયા આગરિયા ગામે બાર ગામો જનતાના પ્રશ્ને ઘરઆંગણે ઉકેલવા રાજ્ય સરકારના અભિગમ સેવા સેતુ કાર્યક્રમ ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન અને તાલુકા વિકાસ અધિકારી એન.પી. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં સ્થળ પર ૧૩૯ર પ્રશ્નો હલ કરાયો.રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામે આજે ૧ર ગામોની જનતાના પ્રશ્નો ઉકેલવા રાજ્ય સરકારના અભિગમ સેવા સેતુ કાર્યક્રમ ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળાના માર્ગદર્શન અને રાજુલા તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં આજે ૧ર ગામોમાં કાતર, નવી જુની બારપટોળી, ખાખબાઈ, કોટડી, હિંડોરડા, વાવડી, ઝાંપોદર, ચોત્રા અને ત્રણ આગરીયા જેમાં નવા આગરીયા, ધુડીયા આગરીયા અને મોટા આગરીયા સહિત બાર ગામોની જનતાના રાજુલા તાલુકાની સરકારી દરેક કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહી ૧૩૯રનો ઉકેલ સ્થળ પર જ નિકાલ થયો હતો. નાયબ મામલતદાર બોરીસાગરભાઈ કાછડ તેમજ ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ સહિત મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ હાજર રહેલ તેમજ આગરીયા ત્રણેયના સરપંચ હાથીભાઈ ખુમાણ, પ્રકાશભાઈ ખુમાણ, ધુડીયા આગરીયાના સરપંચ મહેશભાઈ તથા હરેશભાઈ નવા આગરીયાના સરપંચ બાબભાઈ બળદાણીયા તેમજ બારપટોળી સરપંચ આતાભાઈ વાઘ ઉપસ્થિત રહી બન્ને બારપટોળીના અરજદારોને લાવી સેવા બજાવી હતી.

Previous articleસીવીલમાંથી ચોરેલી રીક્ષા સાથે વાહનચોર પકડાયા 
Next article સોમનાથ વેરાવળમાં મા નર્મદારથનું વિવિધ સમાજ ધ્વારા સ્વાગત કરાયુ