ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે પીર મહંમદશાબાપુની વાડી, ચાવડીગેટ ખાતેથી ઝુલુસનો પ્રારંભ કરવામાં આવેલ. આ ઝુલુસને ડીવાયએસપી ઠાકર, ડીવીઝન પી.આઈ. રાણા, સી ડીવીઝન પી.આઈ. ઝાલા, કસ્બા અંજુમને ઈસ્લામના પ્રમુખ મહેબુબભાઈ શેખ, નગરસેવક ઈકબાલભાઈ આરબ, હુસૈનમીયાબાપુ દ્વારા લીલીઝંડી દેખાડી રવાના કરેલ.
આ ઝુલુસ શહેરના રાજમાર્ગો ચાવડીગેટ બાપુની વાડીથી લઈને ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક, જુમ્મા મસ્જીદ થઈ હેરિસ રોડથી વોરાબજાર થઈને બાર્ટન લાઈબ્રેરી ચોક, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ થઈને રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વોશીંગઘાટ, દરબારી કોઠાર થઈને શેલારશા ચોકમાં પૂર્ણ થયેલ. આ ઝુલુસમાં મિલાદ પાર્ટીઓ, બેન્ડવાજા, ન્યાઝની વહેંચણી તેમજ મુસ્લિમ સમાજના બાળકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સામેલ થયા હતા.
દાઉદી વ્હોરા સમાજનું મહંમદી તથા તાહીરી બેન્ડ આ ઝુલુસનું મુખ્ય આકર્ષણ હતું તેમજ વર્તમાન સમયથી સમસ્યાઓ જેવી કે એઈમ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણને લગતી સમસ્યાઓ, રાષ્ટ્રીય ભાવનાને લગતા ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર હતા. આ ઝુલુસમાં ટ્રકો, રીક્ષાઓ, ઘોડાગાડીઓ, ઉંટ ગાડી, ટ્રેક્ટર, મોટર તેમજ ઝુલુસના રૂટ ઉપર સરબત, દુધ કોલ્ડ્રીંકના સ્ટોલો ઉભા કરાયેલા હતા. આ ઝુલુસનું ભાવનગરના નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કરી કોમી એક્તાનું ઉદાહરણ પુરૂ પાડેલ.
ઝુલુસને સફળ બનાવવા મહેબુબભાઈ જે. શેખ, હાજી મુસ્તુફાભાઈ ગેટીંગ, કાળુભાઈ બેલીમ, એમ.આઈ. સોલંકી, હનીફભાઈ ચૌહાણ, સલીલ પઠાણ, સલીમભાઈ શેખ, સાદીક રાઠોડ, નિઝામ રાઠોડ, અબ્બાસભાઈ મીન્સારીયા, સીરાજ નાથાણી, ગફારભાઈ હબીબાણી બોસ, ઈમરાન શેખ, યુનુસ ખોખર, શેખ તૌફીક, સાકીર કુરેશી, જાવેદ કુરેશી, અકીલ કુરેશી, સલીમ કુરેશી, ઈકબાલભાઈ ઘાંચી, સફીક કુરેશી, બિલાલભાઈ મોદી, યુસુફભાઈ હમીદાણી વગેરેએ ભારે જહેમત ઉઠાવેલ.