બોલિવૂડમાં છેલ્લા ઘણા વર્ષોથી બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા તો માત્ર સ્પોટ્ર્સ બાયોપિક જ બની રહી હતી. પણ હવે તો ફિલ્મી અને રાજકીય હસ્તીઓ પણ બાયોપિક્સ બની રહી છે. આવામાં એક બાયપિક ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનાવાની ચર્ચા છે.
એક વેબસાઈટ અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી પર બનનારી બાયોપિક પર જાન્યુઆરી ૨૦૧૯ થી કામ શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં પીએમ મોદીનો રોલ બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય નિભાવશે. મળતી માહિતીનું માનવામાં આવે તો આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. વિવેકે આ ફિલ્મ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
જો કે હજુ સુધી આ ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ ડાયરેક્ટર ફાઈનલ થઇ ગયા છે. પીએમ મોદીની બાયોપિકના ડાયરેક્ટર મૈરી કોમની બાયોપિક બનાવી ચૂકેલ ડાયરેક્ટર ઉમંગ કુમાર કરશે. હાલ ફિલ્મની ટીમ છેલાં દોઢ વર્ષથી કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી પરવાનગી મેળવ્યા પછી, તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરશે.