બોલિવૂડની ક્વિન કંગના રનૌત તેની આવનારી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ની રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. આ ફિલ્મના અમુક ભાગનું ડાયરેક્શન કંગનાએ કર્યું છે. જણાવીએ કે ફિલ્મના ડાયરેક્ટર કૃષએ એનટીઆરની બાયપિક માટે આ ફિલ્મને વચ્ચે જ છોડી દીધી હતી.
આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર કંગનાએ કહ્યું હતું કે તે હવે એક સંપૂર્ણ ફિલ્મનું ડાયરેક્શન પણ ઇચ્છે છે. હવે એવા ન્યુઝ મળી રહ્યા છે કે કંગના તેના ડાયરેક્ટોરિયલ ડેબ્યુ માટે સારી સ્ટોરીની શોધ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની સ્ટોરી માટે ‘ મણિકર્ણિકા’ના રાઈટર કેવી વિજેન્દ્ર પ્રસાદના સંપર્કમાં છે.
આ ફિલ્મ બીજા ગ્રહના જીવો પર આધારિત છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં એલિયન્સની લવ સ્ટોરી બતાવામાં આવશે. જો આવુ કંઈ છે તો આ ફિલ્મ એક અલગ પ્રકારની ફિલ્મ હશે.