કૃભકોના ડીરેકટર પરેશભાઈ પટેલ જે કોંગ્રેસના મોટા નેતા હોવા છતાં ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે તેમણે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. પ્રાથમિક ધોરણથી લઈને માધ્યમિક ધોરણમાં ભણતાં તમામ સહાધ્યાયી તેમજ પોતાને ભણાવનાર ગુરૂજનોને એકત્રિત કરી સમુહભોજન તથા સંસ્મરણો વાગોળવાની અખોખી રીતથી આવનાર સૌ ગદગદીત બન્યા હતા. પોતાના પ્રસંગની આવી અનોખી ઉજવણી જાણકારો તથા મિત્રોમાં અહોભાવ અને ચર્ચાનું કારણ બની હતી.