ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના બિલ્ડીંગોનું ઉદઘાટન – ખાતમુર્હુર્ત ભાજપના જ તે વખતના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યું હતું જેમાં અરૂણ જેટલી તથા હાલના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર હતા.
ભાજપમાં આંતરિક ખેંચતાણને લીધે પૂર્વ ચેરમેન આશિષ દવેના વખતમાં ચાલુ નાયબ મુખ્યમંત્રીની તકતીઓ ઉખાડી નાંખવાનું ષડયંત્ર થયું ત્યારે લોકસંસારે ધ્યાન દોર્યું હતું. પરંતુ હદ તો ત્યારે થઈ કે આ તકતીઓને મુતરડી – વોશ બેજીન સુધી કીચડમાં જવાના, પગ મુકવાના સ્થાને ટુકડા કરી મુકવામાં આવી ત્યારે આટલા મોટા નેતાઓની આવી બેઈજજતી પાછળ અનેક તર્ક વિતર્ક થતાં જોવા મળી રહ્યા છે. તે વખતના ચેરમેન આશિષ દવે આમ તો શંકરભાઈ ચૌધરી ગૃપના ગણાય તેમના લીધે જુનીયર હોવા છતાં ગુડાના ચેરમેનનું પદ મળ્યું હતું જેથી વફાદારી કરવા આ તકતીઓ કાઢી નાંખવામાં આવી હોવાની તે બાબતે આંતરિક વર્તુળોમાં ચર્ચા હોત જ. પરંતુ ભાજપના જ શાસનમાં આંતરિક ડખો આટલો મોટો હવોાની કલ્પના ન હતી.
આજે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વિકાસ થાય અને શહેરો સુવિકસિત બને તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભાવનગર હોય તો ભુડા, રાજકોટ રૂડા, વડોદરા વુડા, જામનગર જુડા, અમદાવાદ ઔડા તેમજ ગાંધીનગર ગુડાની નિમણૂક કરી છે ત્યારે રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ રહીને કરોડો નહીં પણ અબજા રૂપિયા વિકાસ માટે ઠાલવ્યા છે ત્યારે આવી અનુદાનની રકમો સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ પોતાની ગ્રાંટ અને બજેટમાંથી ફાળવતા હોય છે અને લોકાર્પણ કરી નાંખી હોય તેમ વોશબેસીન પાસે માટીમાં પડેલી અને તેની પર લોકો પગ મૂકીને જઈ રહ્યાં છે ત્યારે ગમે તે હોય પણ સરકારની પકડ ઢીલી હોય તેવું લાગી રહ્યું છે.
ગુડાના અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. ત્યારે હા મંત્રીઓમાં એક નેતા છે જેની પક્કડ આજે પણ અધિકારીઓ પર રહેલી છે તે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ આ તક્તીઓ જ્યાં પડેલી છે તેમાં ડેપ્યુટી મુખ્યમંત્રીનું નામ છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીએ હવે મહેસાણી ભાષામાં ડંડો આ તંત્ર સામે પછાડવાની જરૂર છે. આજે ભાજપના લોકપ્રિય નેતાઓ અને અડવાણી જેવા ભિષ્મ પિતામહ જેવા નેતાઓની તક્તીઓ નીકળી ગઈ હોય અને આ તક્તીઓની આ હાલત જાતાં તંત્ર સામે કડકમાં કડક કાર્યવાહી કરીને જવાબદાર જે પોપટીયાઓ હોય તેમની સામે પગલાં ભરવાની પણ લોકમાંગ ઉઠવા પામી છે.
આજે ગુડાના જે આવાસો બન્યા છે ત્યાં પણ રહેવાસીઓની કફોડી હાલત છે તથા પ્રોજેક્ટ અને નવી જમીનો અને એનએમાં જ રસ ધરાવતી ગુડા એ હવે હદ કરી નાંખી છે. રાજ્ય સરકાર પાસે વિકાસના કામો કરાવવા ગુડાના અધિકારીઓ દોડી જાય છે ત્યારે આ જ સરકાર દ્વારા કરોડો નહીં પણ અબજા રૂપિયાનું અનુદાન કર્યા બાદ પણ તેમની તક્તીઓ ન સાચવી શકનારા ગુડા સામે સરકારે કડક પગલાં લઈને દબંગગીરી કરવાની જરૂર છે.
આજે ગુડામાં રહેનારા લોકો લોકમુખે કહી રહ્યાં છે કે ગુંડા સારા પણ ગુડાની તોબા, પ્રજાને પરચો અને મોટો ખર્ચો કરાવ્યા બાદ પણ ગુડામાં મકાનોમાં આજે પણ અનેક પ્રશ્નો છે. જે તંત્ર પૂર્ણ કરી શક્યું નથી દુકાનો ૮ વર્ષથી બનાવ્યા બાદ પણ હરાજી કરવામાં આવતી નથી અને અનેક રજૂઆતો કરવા છતાં તંત્રને કોઈનું પાણી હાલક ડોલક થતું નથી. ત્યારે હવે સરકાર દ્વાર કડક હાથે ગુડા સામે પગલાં ભરવા જરૂરી છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.