વિજય રૂપાણીની હિંમત અને નિખાલસતા બંન્ને માટે પુરા માર્કસ મળે
વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેમણે જવાબદારી પૂર્વક નિખાલસ પણે સ્વીકાર્યુ અને ભ્રષ્ટાચાર સામે લડવાની પોતાની પ્રતિબધ્ધતા પણ મજબૂત રીતે રાખીને સ્વીકાર્યુ કે મહેસુલ અને પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે તે માટે હિંમત જોઈએ. એ બીજી વાત છે કે કર્મચારીઓની દુખતી રગ દબાઈ જવાથી આક્રોષ વ્યકત કરે પરંતુ તેઓ પોતાની છાતી પર હાથ મુકી જુએ અને પછી અવાજ નિકાળે તો વધુ સારું રહેશે. સામાન્ય નાગરિક પણ આ વાત બરાબર જાણે છે અને રોજબરોજના અનુભવોથી તેને ખબર જ છે કે મહેસુલના કામો કરાવવા કેટલા લોઢાના ચણા ચાવવા બરાબર છે બાકી લીંક મળીને લક્ષ્મીના દર્શન થયા કે તરત જ ગમે તેવું ઓકવડ -નિયમ બહાર હોય પણ તેનો રસ્તો તરત જ મળી થોડા સમયમાં કામ ઉકલી જાય તે શું બતાવે છે ? મહેસુલના કર્મીઓના ટેબલ પર કેટલી જુની ફાઈલો નિર્ણય વગર પડી છે તેની ખાસ નોંધ ઉપરના અધિકારી એટલે કે તે જ સેકશનના નહીં પરંતુ તેનાથી પણ છેક ઉપર સુધી કારણો સહિત રોજે રોજ જવી જોઈએ તો ભ્રષ્ટાચાર ઘણો ઓછો થઈ જાય તે જ સેકશનનો આખુ સમજીને જ કરી રહ્યુ હોય છે. પરંતુ ઓન પેપર સમગ્રને જોઈ શકાય તેમ મુકવું જોઈએ અને તે થાય તો મહેસુલના કર્મીઓનો આક્રોશ વ્યાજબી જણાશે. દારૂ બંધીના ગુજરાતમાં દારુ પકડાય છે જરુર કયાંક કયાંક પરંતુ તેના વેચનાર હંમેશા ભાગી જાય છે. એ નાના બાળકને પણ સમજ પડે તેવી વાત છે. પોલીસ સ્ટેશનમા એફઆરઆઈ ફળાવવાની કે પછી લોકઅપમાં નહીં રાખવાની કિંમત સામાન્ય નાગરિકતો ભ્રષ્ટાચારના રૂપમાં ચૂકવતો જ હોય છે. તો પછી મુખ્યમંતરીએ સામાન્ય નાગરિકની વ્યથા રજુ કરી તેમાં શું ખોટું કર્યું છે ? પુરા માર્કસ મુખ્યમંત્રી વિજયના રીતે મળવા જ જોઈએ.
વિદેશની જેમ નોકરીની એફાસીયન્સી અને જવાબદારી ફીટ કરવી જોઈએ જ
સરકારી નોકરી મળી ગઈ એટલે જીવનભરનું સુખ અને કામની જવાબદારી ઓછામં ઓછી એ સરકારમાં નોકરી કરતાં દરેકમા માનસિકતા બની જવા પામી છે. ગાડી, ટેલીફોન અને કેટલુય કાગળ સહિત સરકારના પોતાના કામ માટે વાપરવા એ સરકારી અધિકારીની નૈતિકતા બની ગયો છે. તેને માટે કોઈ જવાબદારી જ નથી પછી ભ્રષ્ટાચાર કરતાં તો કોણ રોકે!!
સરકારી ઉચ્ચ હોદાવાળા બહુ મોટો પગાર હોય તો પણ સ્કુલે બાળકોને મુકવા બજારમાં ખરીદી કરવા અને દૂધ લેવા જવા સુધ્ધા સરકારી ગાડી અને ડ્રાઈવરનો જ ઉપયોગ કરતાં હોય છે તેની સામે ભ્રષ્ટાચારની કોઈ કલમ લગાફતા નથી. ઈગ્લેન્ડમાં એક સરકારી નોકરીયાતે ચાલુ નોકરીએ પોતાના કામ કરવા માટે સરકારી ફોનનો ઉપયોગ કર્યો અને તેની પારદર્શકતા અને સીસ્ટમ એટલી બધી સારી કે તે પકડાઈ પણ ગયો. સરકારે તેને નોકરીમાંથી પાણીચુ આપ્યું તે કર્મી કોર્ટમાં ગયો અને પોતે કરેલી ભુલ કબુલ કરી અને જે આર્થીક રકમ ભરવાની થાય તે માટે તૈયારી બતાવી. કોર્ટે સરકારને કહ્યું. સરકારે દલીલ કરી કે ફોનની કિંમતનું અહીં મહત્વ નથી પરંતુ આ ટ્રેન્ડ અન્ય કર્મીઓમાં પડે તેની ચિંતા છે જેથી તેને નોકરીમાં પરત લઈ શકાશે નહીં અને કોર્ટે માન્ય રાખ્યું. આટલોી બધી સમય બધ્ધતા, નિર્ણાયકતા અને પારદર્શકતા જોઈએ તો જ આ ભ્રષ્ટાચારી માનસ સામે લડત આપી શકાય.
નોકરીમાં જવાબદારી ફીટ ન થાય ત્યાં સુધી બેજવાબદારી રહેવાની જ છે. એફીસીયન્સ ન હોય તો છૂટા કરી શકાય તે પણ તેટલુ જ જરૂરી છે. જેથી કામની બાબતમાં ઝડપ આવે સાહેબ જગ્યા પર નથી તેવો નાગરિકને જવાબ જ ન મળે!!
કોંગ્રેસનું કલ્ચર જ સડી ગયું છે તેથી આડે દાડે તેમાં ખેચતાંણ – ભડકા થાય છે જ
કોંગ્રેસ પક્ષ જુનો હોવાને નાતે કેટલાક સ્થાપિત હિતોનો વિકાસ પણ તેટલો જુનો થયો છે. જેથી પોતે અને પોતાની સત્તા કેન્દ્રીત રાજકારણને લીધે ગુટબાજી અને ટાંટીયા ખેંચ એટલે સુધી વધ્યા છે કે દાળમાં કઈંક કાળુ નહીં પણ આખી દાળ કાળી બની જવા પામી છે. સિનીયરો હોય કે જુનિયરો દરેક પોતાના માટે અને પોતાનું જ જોતો હોવાથી આંતરિક સંઘર્ષ પણ ખૂબ વધી ગયા છે અને પ્રજાને મજબૂત વિરોધ પક્ષ આપવામાં સાવ નિષ્ફળ બનતી જાય છે. અને તેથી લોકશાહીમાં લોકો પક્ષે નિરાશા વ્યાપી રહી છે. રાહુલ ગાંધી પોતે પણ પોતાના ઘરને દુરસ્ત કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. બહારના દુસ્મનોથી તો પછી લડી લેવાશે. પરંતુ પક્ષ માટે વફાદાર હોય તેવા લોકોને ચાપલુસીયા સાઈટ કરી જાય છે. તે કોંગ્રેસમાં બંધ થઈ જવું સમયની માંગ છે. નહીં તો કોંગ્રેસ ફરી એકવાર પડતીના પંથે છે તે જરૂર ભાજપે પણ હરખાવાની જરૂર નથી કયારેક તે પણ કોંગ્રેસી શલ્ચરને પોતાનામાં ભેળવી પોતાના પક્ષ કરતાં કોંગ્રેસના લોકોને વધુ સત્તા સોંપી તે જ કાદવ ઘરમાં લાવવાની ભૂલ કરી છે. જે સમય આવ્યે ખબર પડશે ત્યારે ઘણું મોડુ થઈ ગયું હશે. કારણ કે મૂળ ભુત ગુણો તો મરતાં સાથે જ જતાં હોય છે.