આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની યોજના અંતર્ગત તળાજા અર્બન હેલ્થ ઓફીસના સંયુકત ઉપક્રમે તળાજાની આરાધ્યા વિદ્યસંકુલ ખાતે બાલભવન તેમજ ૧ થી ૧રના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પ અંતર્ગત વિવિધ મેડીકલ ઓફીસર દ્વારા શાળાના કુલ ર૮૦ વિદ્યાર્થીઓની આરોગ્ય તેમજ સ્વાસ્થ્યની સંપુર્ણ તપાસ કરી ખામી યુકત વીદ્યાર્થીઓને જરૂરી દવા તેમજ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પ અંતર્ગત ગંભીર રોગથી પીડીત વિદ્યાર્થીઓને રાજય સરકાર આગામી દિવસોમાં સંપુર્ણ નિઃશુલ્ક સારવાર આપી જરૂરી તમામ સહાય આપવામાં આવશે. શાળાના આ આરોગ્ય કેમ્પમાં મેડીકલ ઓફીસર ડો. હેમાંગીબેન મકવાણા તેમજ ડો. ભરતભાઈ મંડોરા સહિત વિવિધ સરકારી કર્મચારી તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળા આરોગ્ય કેમ્પ અંતર્ગત તળાજા હર્બન હેલ્થ ઓફિસ દ્વારા સમગ્ર તળાજા શહેરમાં કુલ ૧૦રપ૯ બાળકોમાંથી હાલ ૬૩૭૩ વિદ્યાર્થીઓને તદ્દન નિઃશુલ્ક સારવાર થઈ ચુકી છે.