નવી પ્રોડકટ, નવા ઈનોવેશનથી ગુજરાતને વિશ્વની સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે : સીએમ વીજય રૂપાણી

615

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો યંગ એન્ટરપ્રેનીયોર્સના સામર્થ્યને નિખાર આપવા ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ નો નવો વિચાર અમલમાં મૂકવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પરંપરાગત બીબાંઢાળ વ્યવસાયની સાથે હવે સમય સાથે ચાલીને નવી પ્રોડક્ટ અને નવા ઇનોવેશનથી ગુજરાતને વિશ્વની સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે. જો સમય સાથે નહિં ચાલીએ તો આપણે પાછળ રહી જશુ એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ અમદાવાદમાં યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા તહેત રાજ્યના યુવા ઉદ્યોગ  સાહસિકો સાથે રસપ્રદ વાર્તાલાપ-ઇન્ટરેક્શન કરીને તેમના નવા વિચારો જાણવાનો અભિનવ ઉપક્રમ યોજ્યો હતો. આના પરિણામે રાજ્યની ઔદ્યોગિક વિકાસ યાત્રા સહિત સર્વગ્રાહી વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટ સમિટ સાથે નવી ઇકોનોમીને બુસ્ટ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ડાયલોગ અને વૈચારિક આદાન-પ્રદાનનો સિલસીલો સરકાર ચાલુ રાખશે.સરકારનું મન ખુલ્લું છે અને સુચારૂ સૂઝાવને આવકારીને યોગ્ય પ્રક્રિયા કરીશું. આ યુવાશક્તિ જ નવી સોચ, નવા વિચારો, નવા આવિષ્કારો સાથે નયા ભારત – ન્યુ ઇન્ડિયા માટે ‘યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા થી શેપિંગ એ ન્યુ ઇન્ડિયા’ ના ધ્યેય સાથે અવ્વલ રહે એવું આહવાન તેમણે કર્યું હતું.

ટેકનોલોજી અપગ્રેડેશન અને ડીઝીટલ ઇકોનોમી તથા ઇન્ટેલીજન્સી સાથે જૂની પરંપરાઓનો સમન્વય સાધી પરિવર્તનની લહેર ચલાવવી જ પડશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીની પરિવર્તન આહલેકનો સમન્વય કરવો એ હવે સમયની માંગ છે. આજે મોનોપોલીનો જમાનો નથી અને વૈશ્વિક હરિફાઇનો માહોલ છે ત્યારે રાજ્યના યુવા સાહસિકોના આઇડીયાનો અમલ કરીને ઔદ્યોગિક વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે ‘પોલીસી ડ્રિવન્સ’ ને પ્રાધાન્ય આપ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલપંપોના લાઇસન્સ રિન્યુઅલ પ્રથા દૂર કરી છે. જી.ડી.સી.આર., એન.એ ઓનલાઇન શરૂ કર્યું છે. આ બધા નિર્ણયો કરીને રાજ્યમાં  ઉદ્યોગ ને મોકળાશ આપી છે. મહેસૂલી નિયમોને સરળ અને ઓનલાઇન કર્યા છે. પાણી, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી પાયાની સવલતો પણ ત્વરાએ ઉપલબ્ધ થઇ જાય છે. એમ. એસ. એમ. ઈ. સેક્ટરને પણ પ્રોત્સાહન આપી યુવા રોજગારીના અવસર આપ્યા છે. આ બધાને કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટિમેન્ટ બન્યું છે અને તમારા જેવા યુવા સાહસિકો તેને વધુ ઉજ્જવળ બનાવશે. સરકાર આ માટે તમારી સાથે છે એમ તમણે કહ્યું હતું.

Previous article૧૫ જાન્યુઆરીથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરાશે
Next articleતળાજાની આરાધ્યા વિદ્યા સંકુલમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયોૃ