ભાવનગરની સુન્ની દાવતે ઈસ્લામી શાખાના ઉપક્રમે તા.ર૯ અને ૩૦ના રોજ બેદિવસીય સુન્ની ઈજતેમા શહેરના શાંતિલાલ શાહ હાઈસ્કુલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ક્રેસન્ટ સર્કલ પાસે યોજાયો હતો.
આ સુન્ની ઈજતેમામાં અમીરે સુન્ની દા’વતે ઈસ્લામી હઝરત મૌલાના મુહમ્મદશાકીરનુરી રઝવી (મુંબઈ), સૈયદ અમીતુલકાદરીબાપુ (માલેગાંવ), સૈયદ મોમીન અકબરકાદરીબાપુ (પેશઈમામ, અમીપરા મસ્જીદ), હઝરતકારી મો.રીઝવાનખાન કાદરી (મુંબઈ) સહિતના મશહુર આલીમો, મૌલાનાસાહેબોએ ઈસ્લાહી તકરીર ફરમાવી હતી.
આ ઈજતેમામાં તા.ર૯ને શનિવારે ફક્ત બહેનો માટે અને તા.૩૦ને રવિવારે ભાઈઓ માટે ઈજતેમા યોજાયો હતો. ઈજતેમા દરમ્યાન તમામ નમાઝનું કાર્યક્રમના સ્થળે આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બન્ને દિવસ ન્યાઝ શરીફ તથા બહારગામથી આવેલ મહેમાનો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઈજતેમામાં ભાવનગર શહેર ઉપરાંત તમામ તાલુકા મથકો તથા અન્ય શહેર-જિલ્લામાંથી મોટીસંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી.