મણાં જ ટ્રેલર લોન્ચ થયેલી ફિલ્મ ’ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’ ના નિર્માતા, દિગ્દર્શક અને કલાકારોએ ભાવનગરની મુલાકાત લીધી હતી. ફિલ્મના નિર્માતા શ્યામ ખંધેડીયા ભાવનગરના વતની છે જે ભાવનગરવાસીઓએ ગર્વ લેવા જેવી વાત છે કે તેમણે ગુજરાતી સ્ટોરી પર એક અદભૂત ફિલ્મ બનાવી છે. સ્પાર્ક ફિલ્મ્સ એન્ડ કંપનીના બેનરમાં બનેલી આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામા છે. જેમાં બે ભાઈઓ વકીલ બનીને અનેક કેસ લડતા હોય છે. આવો કન્સેપ્ટ તેમને ફિલ્મમાં રૂપાંતર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેમ પૂછતા નિર્માતા શ્યામ ખંધેડીયાએ જણાવ્યુ હતું કે, મને આ વિચાર ઘણા સમય પહેલા આવેલો કે એક સુપર સ્ટોરી પર ફિલ્મ બનાવ અને આ કોર્ટરૂમ ડ્રામા સ્ટોરી પર મગજમાં હતી જ. જેથી આ સ્ટોરી પર જ ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. આ પહેલા આવી વાર્તા પર લગભગ ગુજરાતીમાં કોઈ ફિલ્મ આવી નથી. જેથી મને આ સ્ટોરી પર વધુ વિશ્વાસ બેઠો કે જો આવી કોઈ અલગ ફિલ્મ લઈને હું દર્શકો સમક્ષ મૂકીશ તો ગુજરાતી ફિલ્મો જોવાનો દર્શકોનો પ્રતિસાદ બેવડાશે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં ઘણા જાણીતા કલાકારોએ કામ કર્યું છે. જેમાં હાલ ભાવનગરના મહેમાન બનેલા દિગ્દર્શક ધ્વનિ ગૌતમ જેમણે આ અગાઉ બે સફળ ફિલ્મો ગુજરાતીમાં આપી છે. તેમણે ફિલ્મ વધુમાં જણાવ્યુ કે આ સબજેક્ટ પર ફિલ્મ બનાવવાનો શોખ હતો જે આ ફિલ્મથી મને ખુશી થાય છે કે પૂરો થયો છે. અન્ય કલાકારોમાં રોનક કામદાર, જીનલ બેલાણી, હેમાંગ દવે, નિખીલ હર્ષ વગેરેએ પણ ભાવનગરની મુલાકાત લીધી હતી. શહેરના મેકસસ તથા ધ એન્ટરટેઇનમેન્ટ પાર્ક મલ્ટિપ્લેક્સ ખાતે પંકજ રાઠોડે તેમને આવકાર્યા હતા. ત્યાં કલાકારો આવ્યા છે એવી સમાચાર ફેલાતા ફિલ્મ જોવા બેઠેલા પ્રેક્ષકોએ કલાકારો સાથે સેલ્ફી લેવા ઘેલા બન્યા હતા. ફિલ્મ ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની શક્યતા રહેલી છે.