વલભીપુર હાઈ-વે પર ટ્રક- મેજીકનો અકસ્માત

986

ભાવનગર વલભીપુર હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે અગાઉ જ્યાં પુલ પર બસ ખાબકી હતી અને છ લોકોના ભોગ લેવાયા હતા ત્યાં જ ફરી બનાવ બન્યો હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે દિહોરનું કોઈ પ્રાથમિક સ્કૂલના વિધાર્થી શિક્ષક વલભીપુર તરફ શિક્ષણિક શિબિરમાં જઇ રહ્યા હતા તે વેળાએ ચમારડી નજીક પુલ પાસે ટ્રક અને મેજીકનો અકસ્માત સર્જાયો હતો આઠથી નવ લોકોને નાની મોટી ઇજા થતાં જેઓને સારવાર માટે પ્રથમ વલભીપુર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે વધુ સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે ઘટના અંગે વલભીપુર પોલીસ અધિકારી રિઝવી રજા પર છે ચાર્જ ઉમરાળા પોલીસ અધિકારી પાસે કગે જોકે વલભીપુર પોલીસ સ્ટાફ તાબડતોબ પોહચી જઈ ટ્રાફિક કિલયર કરાવીને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઈજા પામનાર વિદ્યાર્થીઓ

૧. મકવાણા હર્ષદ ગુગાભાઈ

ર. જાળેલા ભયલુ શિવભાઈ

૩. ચોવડીયા ધાર્મિક સામંતભાઈ

૪. ગોહીલ હસમુખ પ્રાગજીભાઈ

પ. સોવઢવા દર્શન સામંતભાઈ

૬. બારૈયા અલ્પેશ રાજેશભાઈ

૭. બોડીયા મિલન સુરેશભાઈ

૮. ઘનશ્યામસિંહ નારૂભાઈ

૯. પાર્શ્વ પરશોત્તમભાઈ જાળીલા

Previous articleનિવૃત્ત DYSP ઠાકરના નિવાસ રાજુલાથી હરણની ખોપડી સહિત મળતા ચકચાર
Next articleનારી ચોકડી – સિદસર વચ્ચે ટેન્કરે બાઈકને ટકકર મારતા વિદ્યાર્થીનું મોત