ટેમ્પાએ ટક્કર મારતા બાઈક સવાર દંપતિનું સ્થળ પર મોત

1269

ભાવનગર – તળાજા હાઈ-વે પર વેળાવદરના  પાટીયા નજીક આઈશર ટેમ્પો અને બાઈકનો અકસ્માત થતા બાઈક ઉપર સવાર દંપતિનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.

અકસ્માતના આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા ઉસ્માભાઈ આદમભાઈ ચોકીયા (ઉ.વ.૪પ) તથા તેમના પત્નિ જરીનાબેન (ઉ.વ.૪૦) સાંજે મહુવાથી બાઈક નં. જી.જે.૧૪ કયુ રર૧૧ લઈને પોતાના ગામ ત્રાપજ ખાતે આવી રહ્યા હતા ત્યારે તળાજા અને ત્રાપજ વચ્ચે વેળાવદર નજીક વળાંકમાં આઈશર ટેમ્પાને અડફેટે લેતા બાઈક સવાર દંપતિ રોડ પર પટકાતા બન્ને લોહીયાળ ઈજા થતા બન્નેના ઘટના સ્થળે જ મોત થયા હતાં.

મૃતક ઉસ્માનભાઈ અલંગ સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતનો બનાવ બનતા હાઈ-વ્‌ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો તૈયાર કરીન મૃતદેહને પી.એમ. અર્થે તળાજા સરકારી દવખાનામાં ખસેડી ટેમ્પો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleનારી ચોકડી – સિદસર વચ્ચે ટેન્કરે બાઈકને ટકકર મારતા વિદ્યાર્થીનું મોત
Next articleસમાજને બદલવાનું કાર્ય યુનિ.ના માધ્યમથી શકય બનશે – રાજયપાલ