ફતેપુરા ગામની શાળામાં અભ્યાસ કરી હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આજે પણ પોતાના ગામની શાળા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી અત્યારની વધતી જતી ઠંડીને જોઈ તેઓને પોતાની શાળાના વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરી તમામ બાળકોને સ્વેટરનું તેમના ભાઈ દ્વારા વિતરણ કરાવ્યું હતું.
ફતેપુરા ગામના અને આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચુકેલા ચૌધરી કનુભાઈ, જેઓ યુએસએમાં સ્થાયી છે, તેઓએ શાળાના ધોરણ ૧ થી ૮ માં ભણતા તમામ બાળકોને હાલ પડી રહેલી ગાઢ થીજાવતી ઠંડીમાં રાહત મળી રહે તે માટે કોઈપણ જાતના ભેદભાવ સિવાય તમામ બાળકોને એક જ પ્રકારના સ્વેટર અહીં ગામમાં રહેતા તેમના ભાઈ દશરથભાઈના હસ્તે વિતરણ કરાવ્યા હતા.