કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે લીંબોદરા ગામે રીક્ષા સ્ટેન્ડની નજીક આવેલ ફુલબાઇ માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓ પાછળ દારૂનો વેપાર થાય છે. બાતમીના આધારે કલોલ તાલુકા પોલીસે ખાનગી વાહનમાં જઇ દરોડો પાડ્યો હતો.
પોલીસને આવતી જોઇ ભરતસિંહ વાઘેલા (રહે-લીંબોદરા, ઉંડીશેરી, તા.માણસા) ગાંધીનગર નાસી છૂટ્યો હતો. પોલીસે તે જગ્યાની તલાસી લેતા કંતાનના કોથળામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૧૦,૮૦૦ની કિંમતની ૩૧ બોટલ મળી આવી હતી.
પોલીસે આ અંગે પ્રોહિબીશનનો ગુનો નોંધી ભાગી છૂટેલ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં દારૂની હેરાફેરીમાં વધારો થતા પોલીસે પણ તેની સામે ઘોંચ બોલાવી છે.