અનીમા ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજક આત્મન કે શાહ તથા અરીના કે. શાહ દ્વારા મોટી ભોયણ ગામે મફત ટી બી નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો ૧૧૫ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં દરેક દર્દીની નિષ્ણાંત ર્ડાકટરો દ્વારા નિદાન કરી તેમના મફત એક્ષરે તથા લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. ટીબીના પોઝેટીવ દર્દીઓને સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી મફત તપાસ કરી આપવામાં આવશે. તેમ ડો. ચંદ્રશેખર નારેચણીયાએ જણાવ્યુ હતુ.