રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે આ અગાઉ શાળાઓમાં શિક્ષકોને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો હતો. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે અને શૈક્ષણિક બાબતે સંકળાયેલ જગ્યા પર શિક્ષકો પણ મોબાઇલ નહીં વાપરી શકે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સંકુલમાં મોબાઇલ નહીં વાપરી શકે. શાળાઓને સંકુલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ છે. ફોન પર આવતા સંદેશ વિદ્યાર્થી પાસે પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે.
શાળાઓમાં વિદ્યાર્થીઓ જ્યારે મોબાઇલનો ઉપયોગ કરે છે તો તેની અસર અભ્યાસ પર થાય છે. જેથી વિદ્યાર્થીઓના પરિણામો પર અસર થાય છે. તેથી તમામ શાળાઓને આદેશ કરી દેવાયો છે કે, શાળામાં મોબાઇલ લઇ જઇ શકાશે નહીં.
મહત્વનું છે કે, સરકાર દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો તો ઠીક છે પરંતુ હોસ્પિટલમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. ડૉક્ટર્સ, નર્સ અને બીજો સ્ટાફ પણ સારવાર દરમિયાન પણ મોબાઇલ ફોનનો બેફામ ઉપયોગ કરે છે. જે અટકાવવું જરૂરી છે. જેથી દર્દીઓની સારવાર સારી રીતે થઇ શકે. સરકારે શિક્ષણને લઈને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. શિક્ષક સાથેના વિદ્યાર્થીઓના સંવાદને લઈને નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હવેથી દરેક વિદ્યાર્થીએ ’જય હિંદ, જય ભારત’ જેવા શબ્દોનો ઉપયોગ કરવો પડશે. હાજરી સહિતના અન્ય સંવાદમાં ’યસ સર કે મેડમ’ નો ઉપયોગ નહીં થાય.
વિધાર્થીઓમાં દેશ ભાવના જળવાઈ રહે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી દિવસોમાં કરવામાં આવશે. અને જેની જાણ દરેક શાળાઓને પરિપત્ર દ્વારા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. શૈક્ષણિક બાબતે સંકળાયેલ જગ્યા પર શિક્ષકો પણ મોબાઇલ નહીં વાપરી શકે. કોલેજમાં પણ વિદ્યાર્થીઓ સંકુલમાં મોબાઇલ નહીં વાપરી શકે. શાળાઓને સંકુલમાં લેન્ડલાઇન ફોનની વ્યવસ્થા કરવા ભલામણ કરાઇ છે. ફોન પર આવતા સંદેશ વિદ્યાર્થી પાસે પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે.