ગીરના ડાલામથ્થાએ રાષ્ટ્રપતિનો કાફલો રોકયો

733

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બીજા દિવસે પરિવાર સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યું હતું. એશિયાટિક સિંહોને નિહાળી રાષ્ટ્રપતિ કોવિંદે ભારે રોમાંચ અનુભવ્યો હતો. રાષ્ટ્રપતિએ ગીરના જંગલોમાં સિંહ દર્શન કર્યા હતા.

એશિયાટિક સિંહોને નિહાળીને રાષ્ટ્રપતિ કોવિંદે આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ સાથે વનવિભાગના કર્મીઓનો કાફલો જોડાયો હતો. રાષ્ટ્રપતિને ગીરના રાયડી વિસ્તારમાં લઈ જવાયા હતા, જ્યાં ૧૫થી વધુ સિંહો જોઈને રાષ્ટ્રપતિ ગદગદિત થઈ ગયા હતા. તો સિંહના કાફલામાંથી એક સિંહ રસ્તા વચ્ચે બેસી રહ્યો હોવાથી રાષ્ટ્રપતિના કાફલાને થોડી વાર માટે અટકી જવું પડ્‌યું હતું. સિંહ પરિવારમાં બાળ સિંહ પણ હતા, જેમને જોવાની તેમના પરિવારને પણ મજા આવી હતી.

સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સીદ્દીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્ય નિહાળ્યું હતું, જે તેમના માટે ખાસ આયોજિત કરાયું હતું.

 

Previous articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ મહાદેવના દર્શન કર્યા
Next articleજમીનની NAને ઓનલાઈન મંજૂરી આઠ દિવસમાં જ આપી દેવા મુખ્યમંત્રીનો આદેશ