મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ જિલ્લા કલેક્ટરો ને સ્પષ્ટ તાકીદ કરી છે કે ઓન લાઈન એન એ ની સંપુર્ણ પ્રક્રિયા ૮ દિવસ માં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે.
પારદર્શી ઢબે ટેકનોલોજી નો વિનિયોગ કરી મહત્તમ ૧૦ દિવસ માં આ કામગીરી કરવા તેમણે સૂચવ્યું હતું. મુખ્યમંત્રી એ તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચે આ દ્ગછ ઓનલાઈન ઝડપી નિકાલ ની સ્પર્ધા થાય તેમજ પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તેવું આહવાન પણ સી એમ ડેશ બોર્ડ ના માધ્યમથી સમીક્ષા કરતા જણાવ્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ આવી પરવાનગી માટે ટાઈમ લિમિટ ની જે ૯૦ દિવસ ની જૂની પુરાણી મર્યાદા છે તે હવે ટેક્નોલોજી ના ઉપયોગ થી ઘટાડી ને માત્ર ૮ થી ૧૦ દિવસ કરવા પણ જિલ્લા તંત્ર વાહકો ને સૂચના આપી હતી
વિજયભાઈ રૂપાણી એ કહ્યું કે ઓન લાઈન દ્ગછનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન છે ત્યારે સૌ કલેક્ટરો પ્રો એક્ટિવ બની ને આખી આ સિસ્ટમ ને સ્મૂધ બનાવી અરજીઓ નું ઓછા માં ઓછું રિજેક્શન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ એક જાહેર સમારંભમાં કહ્યું હતું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ માં થાય છે.
ત્યાર બાદ બીજા નંબરે ભ્રષ્ટાચાર કરવામાં ગ્રહ ખાતું આવે છે. મુખ્યમંત્રીના આ નિવેદન સામે ખુદ ભાજપમાંથી જ રોષ પ્રગટ થયો હતો તેમજ મહેસૂલ ખાતાના કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આ નિવેદન ના સંદર્ભ માં મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી માગણી કરતું આવેદનપત્ર પણ અપાયું હતું હવે આજે સાથેની કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ ઓનલાઈન એન એ કરવાની પ્રક્રિયાને વેગ આપવાનો આદેશ કરતા નવી ચર્ચાઓ શરૂ થઈ છે.