અખિલ વહીવંચા બારોટ સમાજના જિલ્લાના આગેવાનોનીચ િંતન શિબીરનું ભવ્ય આયોજન થયું જેમાં સમસ્ત વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટે એક બીજાના વિચારોનું આદાન પ્રદાન થયું જેવા કે સમુહ લગ્નો શૈક્ષણિક મેડીકલ તેમજ સમાજના તાલુકા જિલ્લાઓમાં લીગલી સંગઠીત થયું.
અખિલ વહીવંચા બારોટ સમાજના જિલ્લા જેવા કે ભાવનગર અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી અને જામનગર આમ ૬ જિલ્લા તાલુકાના બારોટ સમાજના આગેવાનોની અખિલ વહીવંચા બારોટ સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ સોઢાના અધ્યક્ષ સ્થાને ચિંતન શિબીરનું આયોજન તળાજા વારાહી મંદિર ખાતે થયું જેમાં ભાવનગર બારોટ સમાજ પ્રમુખ અરૂણભાઈ રેણુકા, જુગલભાઈ સાઢાતર, નરેન્દ્રભાઈ બારોટ, ગંભીરભાઈ રેણુકા, મધુભાઈ બારોટ તેમજ કિસનભાઈ બારોટ, સાગરભાઈબ ારોટ, મયરુભાઈ દ્વારા બેઠકથી લઈ જમવા સુધીની વ્ય્વસ્થા કરાઈ. આ પ્રસંગે રાજકોટ સદેવભાઈ સોઢાની ટીમ અમરેલી જીલ્લામાંથી અમરૂભાઈ બારોટ, કુમારદેવ બારોટ, જુનાગઢ સુત પુરાણી બારોટ સમાજના પ્રમુખ રમેશભાઈ બારોટ, પરબતભાઈ બારોટ, હેમુલભાઈ સોઢા, મોરબીથી ભરતભાઈ બારોટ ટીમ સાથે જામનગર હેમંતભાઈ બારોટ ેતમજ લેખક રાજુભાઈ બારોટનું સન્માન સાથે બારોટ સમાજના હિન્દુસ્તાનની બોર્ડર પર ફરજ બજાવતા બે બારોટ સમાજના યુવાનો જયેશભાઈ ખરવડ તેમજ સુરેશભાઈ લગ્ધીરનું સમસ્ત બારોટ સમાજવતી સન્માનીત કરાયા આગામી દિવસો કે અનુકુળ સમયમાં સમાજના ઉત્કર્ષ માટે સમુહ લગ્નો શૈક્ષણિક કાર્યક્રમો અને જરૂર પડે સમાજમાં મેડીકલ બાબતે ખંભે ખંભા મિલાવી મદદે દોડી જવું તેવા અગત્યના નિર્ણયો લેવાયા હતાં.