લાઠી પ્રાંત અધિકારી અસારીને તાલુકા કોંગ્રેસ સમિતિએ પત્ર પાઠવાયું. અછતનો તાકીદે અમલ કરવાની માંગ દોહોરાવી લાઠી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે ઘણો સમય થવા છતાં કોઈ રિલીફની અમલવારી કરાતી નથી.
ખેડૂતોને એકરના અઠાવન સોની સહાય કરવા દરખાસ્તો મંગાવી પણ ચૂકવણુ ક્યારે ? પશુપાલકોને ઘાસચારો દામનગર અને લાઠી વિસ્તારોના ઘાસ ડેપો કેટલ કેમ્પો ખોલો લાઠી દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કાર્યો દ્વારા શ્રમિકોને રોજગારી આપોની માંગ કરતા તાલુકા કોંગ્રેસ સમિતિના આંબાભાઈ કાકડીયા, જીતુભાઇ વાળા, મયુરભાઈ આસોદરિયા, ઘનશ્યામભાઈ કાચડિયા સહિત લાઠી દામનગર શહેરી અને ગ્રામ્યના અનેકો કાર્યકરોની વિશાળ હાજરીમાં લાઠી પ્રાંત અધિકારી અસારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
પશુપાલકોને ઘાસચારો શ્રમિકોને રોજગારી રાહત કાર્ય ખેડૂતોએ કરેલ દરખાસ્તોની સહાય ગ્રામ્ય વિસ્તારોમાં કેટલ કેમ્પો શરૂ કરો દિન પંદરમાં અમલ નહિ કરાય તો પ્રાંત કચેરીએ માલઢોર સાથે શ્રમિકો પશુપાલકો સહિતના તાલુકા કોંગ્રેસ સમિતિ ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.