ઠળીયા કેન્દ્રવર્તી શાળામાં આણંદજી દાદા હાલ મુંબઈ સ્થિત એવા દાતાએ ઠળીયા શાળામાં એમ્લીફાયર દાનમાં આપીને શાળાના બાળકોને માઈકની સુવિધામાં વધારો કર્યો હતો અને ઠળીયા ગામમાં સ્કુલમાં આણંદજી દાદાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો લક્ષ્મણભાઈ ટાઢા ચેરમેન કારોબારી તાલુકા પંચાયત-તળાજા, સરપંચ મંગાભાઈ બાબરીયા, કે.વ.શાળાના આચાર્ય દિનકરભાઈ, ચંદુભાઈ પંડ્યા તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આણંદજી દાદાનું આરોગ્ય સારૂ રહે અને ભગવાન તેને ૧૦૦ વર્ષનું આયુષ્ય આપે એવી પ્રાર્થના કરી હતી તેમજ દાતાએ પણ પોતાના વક્તવ્યમાં દોહરાવ્યું કે મને વિદ્યાર્થીઓમાં અને બાળકોમાં વધારે રસ છે અને બાળકો માટે ગમે તે કામ કરવામાં મને આનંદ થાય છે.