આપણા અધિકારોનું રક્ષણ આ ગ્રાહક સુરક્ષા ધારો-૧૯૮૬ અમલી બન્યો ત્યારથી પ્રતિ વર્ષ ર૪મી ડિસેમ્બરના દિવસે આ અધિકારોની નાગરીકોમાં વધુમાં વધુ જાણકારી અને જાગૃતિ ઉભી કરવા સારૂ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ-સપ્તાહની ઉજવણી કરતા આવ્યા છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકારે જેની બહોળી જાગૃતિ ઉભી કરવા માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને પણ સહભાગી બનાવવા પસંદગીની શાળાઓમાં વિદ્યાર્થી કન્ઝ્યુમર ક્લબની રચના કરવા અને તેને અનુદાન પણ આપવાનો નિર્ણય સરકારે લીધો છે.
જેના અનુસંધાને ર૯ ડિસેમ્બર, ર૦૧૮ના રોજ તક્ષશીલા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ-સપ્તાહના સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના ઉપપ્રમુખ ધીરૂભાઈ ધંધુકીયા, ટ્રસ્ટી ઉમાબેન ત્રિવેદી અને મંત્રી વિપુલભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો વિશે વિશેષ માહિતી પુરી પાડવામાં આવી.