દલિત સમાજનું વિશાળ સંમેલન યોજાયું : અનેક નામી-અનામી હસ્તીઓ ઉપસ્થિત

898
guj4122017-2.jpg

રાજુલા નજીક વિશ્વપ્રસિધ્ધ ભંડારિયા હનુમાનજીએ દલિત સમાજનું વિશાળ સંખ્યામાં સંમેલન યોજાયું. જેમાં જાંજરકા સવૈયાનાથની જગ્યાના મહંત અને રાજસભાના સાંસદ શંભુનાથજીની તેમજ શરદભાઈ લાખાણીની ઉપસ્થિતિમાં દલિત સમાજ દ્વારા હીરાભાઈ સોલંકીને સમર્થન અપાયું. જેમાં હીરાભાઈ સોલંકીની હાજરી રહેવા પામી હતી.
કોંગ્રેસ સાથે જે ૬૦-૬૦ વર્ષથી જોડાયેલા સમાજો જેવા કે મુસ્લિમ સમાજ જાફરાબાદ, કાઠી ક્ષત્રિય સમાજ બાબરીયાવાડ અને ગઈકાલે કોંગ્રેસ સાથે ૬૦ વર્ષથી જોડાયેલ દલિત સમાજે ૪૦૦૦ દલિત સમાજની ઉપસ્થિતિમાં સ્વયંભુ હીરાભાઈના જ્ઞાતિ-જાતીથી પર રહેવાની જે વિચારધારાથી અમો તમામ દલિત સમાજ હીરાભાઈના સમર્થનમાં છીએ તેવી ઘોષણા કરવામાં આવી હતી. 
આ પ્રસંગે જાંજરકા સવૈયનાથજી જગ્યાના મહંત અને રાજસભાના સાંસદ શંભુનાથજી ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ જિલ્લામાંથી શરદભાઈ લાખાણી, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, જિલ્લા પંચાયતના અરજણભાઈ લાખણોત્રા, આહિર સમાજ અગ્રણી માજી તાલુકા પ્રમુખ નાજાભાઈ પીંજર, કોંગ્રેસ તાલુકા પ્રમુખે કોંગ્રેસ સાથે ૪૦-૪૦ વર્ષનો નાતો તોડી ભાજપમાં વિધિવત પ્રવેશ પામેલ. પીઠાભાઈ નકુમ, ભાનુદાદા રાજગોર, મેઘવાળ સમાજ પ્રમુખ વાલજીભાઈ જોગદીયા, ઉપપ્રમુખ વાલજીભાઈ બાબરીયા, ન્યાય સમિતિના છગનભાઈ પરમાર, કરશનભાઈ ચૌહાણ, દેવશીભાઈ વેલારી, જીવરાજભાઈ મેવાડા, દલિત સમાજ આગેવાન દિનેશભાઈ મોરંગી, અમીતભાઈ બાબરીયા, ભીખાભાઈ સરવૈયા, વાલ્મીકી સમાજ પ્રમુખ તુલસીભાઈ માધાભાઈ, હરેશભાઈ સાથે ૪૦૦૦ ઉપરાંત દલીત, વાલ્મીકી સમાજની ઉપસ્થિતિ રહેવા પામી છે.

Previous articleબાબરીયાવાડ પંથકના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના હીરાભાઈ સોલંકીને સમર્થન જાહેર કર્યુ
Next article૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફને તાલીમ અપાઈ