ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.વી. ડાંગર તથા સ્ટાફના બળભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, પ્રવિણભાઈ ચૌધરી વિગેરે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સતત પ્રયત્નો કરતા હોય તે દરમ્યાન બળભદ્રસિંહ ગોહિલ તથા હરપાલસિંહ ગોહિલને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે બોટાદ પો.સ્ટે.ના અપહરણના ગુનામાં ૧૦ વર્ષથી નાસતો ફરતો આરોપી માનસંગભાઈ વીરસંગભાઈ આદિવાસી રહે.પાવ તા.ધાનપુરા જી.દાહોદવાળો ગઢડા સામાકાંઠે ઉભો છે તેવી બાતમી મળતા ઉપરોક્ત ગઢડા પોલીસે આરોપીને દબોચી લઈ પકડી પાડી બોટાદ પોલીસ સ્ટેશને સોંપવા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.