ભાવનગર મહાનગર પાલિકાનાં જનરલ બોર્ડ બેઠકમાં આજે કાળીયાબીડ લે આઉટ પ્લાન, કોમન પ્લોટ, દબાણો દુર કરવા, વ્યવસાય વેરાની આવક, રખડતા ઢોર, શૌચક્રિયા, કરચલીયા પરાનાં કેટલાંક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો જ નથી, મેન હોલનાં ખુલ્લા ઢાંકણા, ઘરનાં ઘરમાં લોકોને હરકત, ક્રિકેટ રમત માટે ગ્રાઉન્ડ ઉભુ કરવા, કાનોનાં દસ્તાવેજો, સ્વચ્છતાની કામગીરી વિગેરે મુદ્દાઓ શાસકો અને વિપક્ષી સભ્યો દ્વારા ચર્ચાઓ કરી તંત્ર સામે રજુઆતો કરાય હતી.
મેયર મનભા મોરીનાં અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં આવા સવાલો સભ્યો દ્વારા પ્રશ્નોતરીમાં રજુ કરાયા હતા. કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે કાળીયાબીડ લે આઉટ પ્લાન અને કોમન પ્લોટોનો મુદ્દો ઉઠાંવ્યો હતો તો ભરત બુધેલીયાએ વ્યવસાય વેરાનો સવાલ રજુ કર્યો હતો.વ્યવસાય વેરાનાં આ પ્રશ્નમાં કાયદાકીય નિતી નિયમો બાબતની વિગતો રહીમ કુરેશીએ રજુ કરી તંત્રને આડે હાથ લીધું હતુ. વ્યવસાય વેરા અધિકારી ભાનુબેન પરમારે તંત્ર દ્વારા થતી કામગીરીનો ખ્યાલ આપ્યો હતો. કાળીયાબીડડનાં દબાણો અને કોમન પ્લોટની બાબતે લાંબા વખતથી થઈ રહેલી ચર્ચા મુદ્દે અભયસિંહ ચૌહાણે વિપક્ષ કરતા પણ વધુ તિખી આલોચનાં કરતા સાફ-સાફ શબ્દોમાં જણાવ્યું હતુ કે, દબાણો હટાવવા માટેની કાયદાયિ પધ્ધતિની વાત કરી કહ્યુ હતુ કે, તંત્ર દ્વારા રખાતી વાલા-દવલાની નિતીનો વિસ્ફોટ કરતા જણાવ્યું કે, આવા દબાણો, પાડવા વિગેરે વાતો છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલે છે. આપણે કાયદા પ્રમાણેની કે પસંદગી પ્રમાણેની કામગીરી કરવા માગીએ છીએ, તંત્રને કોઈ કેવાવાળુ છે કે, નહી, ચૂંટાયેલા સભ્યો અને કોર્પોરેશનની છબી પ્રજામાં ખરડાય રહી છે. આ આપણી પેઢી નથી મન થાય ત્યાં પાડવા જવાનું કોઈ પુછનાર છે કે નહી, તમે નકકી રો તે જ પાડવાનું, વિવેકાનિધિ શું છે, તેની સપષ્ટતા કરો, આપણે બધા સારી રીતે જાણીએ છીએ, કાયદામાં બધી જોગવાઈઓ છે આડા અવળુ ન સમજાવો અને તે પણ જન પ્રતિનિધિઓને આવા જવાબો મળે. આવી ચર્ચામાં પૂર્વ મેયર સુરેભાઈ ધાંધલ્યાએ પણ ભાગ લીધો હતો.
કાળીયાબીડના પ્રશ્ને આવા દેકારા ભરી રજુઆત બાદ મેરયે કમિશ્નરને અનુલક્ષીને કિધુ કે, પાડવા માંગો છો કે કેમ અને તરજ કમિશ્નરે ટુંકમાં એવો જવાબ દિધો કે અધિનિયમ મુજબ કરવા માંગીએ છીએ. આજની બેઠકમાં કાળીયાબીડ મુદ્દે અભયસિંહ ચૌહાણની કેટલીક સચોટ રજુઆતનો તંત્ર દ્વારા જવાબો દેવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવ્યા હતા. ક્રિકેટ સ્ટેડીયમ બનાવવા હરેશ મકવાણા, ડી.ડી.ગોહિલ, રાજુભાઈ પંડયા, જયદિપસિંહ ગોહિલ, વિગેરેએ મુદ્દો ઉપાડયો હતો. જયદિપસિંહ ગોહિલે પોતાને ગૌશાળા બનાવવા જમીન મળવાની વાત કરી, વિપક્ષની કેટલીક બાબતોની ચર્ચા મુદ્દે રાજુભાઈ પંડયાએ સ્પષ્ટ શબ્દોમાં કિધુ કે, વિકાસનાં કામોમાં રાજકોટમાં ભાજપ-કોંગ્રેસ સાથે રહીને કામ કરે છે, અહિયા એવું નથી એમ કહીને વિપક્ષને અઘરી ટકોર કરી હતી. બેઠકમાં કાંતિભાઈ ગોહિલ મેન હોલનાં ખુલ્લા ઢાંકણા, રોડ રસ્તાનાં પ્રશ્નો રજુ કરેલ, રામુબેન વાજા, ઘનશ્યામ ચુડાસમા, ઈકબાલ આરબ, જીતુ સોલંકી, પારૂલબેન ત્રિવેદીએ દસ્તાવેજો માટે રૂા.પ-પ હજાર લેવાની વાત કિધી.