ગુજરાત ગેસની લાઈનમાં લીકેજ થતા આગમાં એક વ્યક્તિને ગંભીર ઈજા

655

બોટાદ સ્થિત ગઢડા રોડ ઉપર ગુજરાત ગેસની લાઈનમાં લીકેજ હોવાની જાણ થતાં ગુજરાત ગેસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક પોલીસ, ફાયર ફાઈટર અને ૧૦૮ ની ટીમને જાણ કરતાં ઈમરજન્સી સર્વીસીઝ સાથે જોડાયેલા તમામ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા.

બોટાદ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેકટર કચેરી, અને ગુજરાત ગેસના સંયૂક્ત ઉપક્રમે તાજેતરમાં ગેસ લીકેજ અને આગ અંતર્ગત મોકડ્રીલ યોજવામાં આવ્યું હતુ. જેમાં બોટાદ સ્થિત ગઢડા રોડ ઉપર ગુજરાત ગેસની લાઈનમાં લીકેજના દ્રશ્યો સર્જવામાં આવ્યા હતા જે ઘટનાને આસપાસથી પસાર થતાં લોકોએ  કરી સત્ય સમજી હતી, પરંતુ આ ઘટના મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ રાહતનો શ્વાસ લઈ આ ઘટના દરમિયાન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીને બીરદાવી હતી.બોટાદ જિલ્લા કલેકટર સુજીતકુમારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ મોકડ્રીલ દરમિયાન તમામ પ્રકારની ઈમરજન્સી સર્વીસીઝ દ્વારા ઓન ટાઈમ હાજર રહી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન જિલ્લા કલેકટર તેમના સુચનો આપતા રહ્યાં હતા.આ મોકડ્રીલ દરમિયાન નાયબ પોલીસ અધિકારી લકુમ, જી.એસ.ડી.એમ.એ. ના ડી.પી.ઓ. ડીમ્પલ તેરૈયા ઉપરાંત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને ઈન્ડસ્ટ્રીયલ સેફ્‌ટી અને હેલ્થના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article૩૧ ડિસેમ્બરની અનોખી ઉજવણી
Next articleટ્રેનનાં પાઈલોટે સિંહનો જીવ બચાવ્યો