તા. ૦૯ ડીસેમ્બરે ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાનાર છે ત્યારે આજે તા. ૦૩ ડીસેમ્બરે વળિયા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ,વિધાનગર ભાવનગર ખાતે ૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફને તાલીમ અપાઈ હતી.
જેમાં વિજાણુયંત્ર થી મતદાન તથા વી. વી. પેટ મશીન સહિતના સાધનોની વિગતે જાણકારી અપાઈ હતી. આ તાલીમમાં પી. ઓ. ૫૪૪ તેમજ એફ. પી. ઓ. ૨૭૨ એમ કુલ ૮૧૬ કર્મચારીઓને તાલીમ અપાઈ હતી.
આ તાલીમમાં ૩૧ પી. ઓ. તેમજ ૦૪ એફ. પી. ઓ. હાજર રહી શકયા ન હતા. ફરજ પરના ચૂંટણી સ્ટાફે પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યુ હતુ.
૧૦૪- ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટએ તાલીમ સહિતની બાબતે જાણકારી આપી હતી. આ તાલીમને સફળ બનાવવા માટે ચૂં ટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, મદદનીશ ચૂંટણી અધિકારી અને શહેર મામલતદાર વિજ્યાબેન પરમાર, ચૂંટણી શાખાના વાળા, પંડ્યા, ઝાલા સહિતના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.