ઈસ્કોન મંદિર દ્વારા રવિવારે શહેરમાં જગન્નાથજીની રથયાત્રા

672

ઈસ્કોનના આચાર્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ (દિલ્હી)તેમજ ભાગવતાચાર્ય રાધાગોવિંદ ગોસ્વામી મહારાજ (વૃદાંવન, ઉ.પ્ર.)તેમજ અન્ય મહાન સંતો મહાત્માઓ પ્રચાર અર્થે ભાવનગર શહેર ખાતે પધારવાના હોય ઈસ્કોન મંદિર, લીલા સર્કલથી સીદસર રોડ, ભાવનગર દ્વારા તા.૩-૧-૨૦૧૯થી ૯-૧-૨૦૧૯ સુધી શ્રવણ કિર્તન ઉત્સવ તેમજ તા.૬-૧-૨૦૧૯, રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા દરમ્યાન ૩૦૦ કિલો ચણા, ૩૦૦ કિલો ગુંદી અને ખીચડી  પ્રસાદ દર્શનાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

જગન્નાથજીની રથયાત્રા ગાયત્રી મંદિર (ચિત્રા)થી બપોરે ૧૨-૦૦ ગકલાકે પ્રસ્થાન થશે. અને સાજે ૮ કલાકે ઈસ્કોન મંદિરે વિરામ લેશે રથયાત્રાના રથની ઉંચાઈ ૧૮ ફુટ રહેશે. આ યાત્રામાં ૩ બળદગાડા, ૩ ઘોડાગાડી, ૨ ઉટગાડી, ૫ ટ્રેકટર, ૫ ટેમ્પા, ૨ બગી અને અંદાજે ૧૫૦૦૦ ભક્તો જોડાશે. તેમજ આજે પત્રકાર પરિષદમાં ભાવનગરનાં વેણુગાયક દાસે જણાવ્યું હતું.

Previous articleટ્રેનનાં પાઈલોટે સિંહનો જીવ બચાવ્યો
Next articleઈસ્કોનમાં ડીજે વીથ ડાન્સ, થર્ટીફર્સ્ટની ધમાકેદાર ઉજવણી