ગુજરાત ચૂંટણીમાં ૧૮૨૮ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

855
guj4122017-5.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે સાથે મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. આંકડા પરથી આ બાબત સાબિત થઇ જાય છે. વર્ષ ૧૯૬૨ની ચૂંટણી બાદ ચૂંટણી મેદાનમાં આ વખતે થર્ડ હાઇએસ્ટ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જે સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે તે મહેસાણામાં સૌથી વધારે ૩૪ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૮૨૮ ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં ૯૭૭ અને બીજા તબક્કામાં ૮૫૧ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કામાં ૮૯ અને કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબક્કામાં ૮૭ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અન્ય રાજકીય પક્ષોએ પણ પોત પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. પાંચ બેઠક મહેસાણા, જામનગર ગ્રામ્ય, બોટાદ, જામનગર ઉત્તર અને વિરગમગામમાં ૨૨ અને ૩૪ની વચ્ચે ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. મહેસાણમાં સૌથી વધારે ઉમેદવારો મેદાનમાં છે. આવી જ રીતે સૌરભ પટેલ જ્યાંથી મેદાનમાં છે તે બોટાદમાં ૨૫ ઉમેદવારો મેદાનમાં છે. રાઘવજી પટેલ જ્યાંથી મેદાનમાં છે તે મતવિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો વર્ષ ૧૯૯૫માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધારે ૨૫૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. વર્ષ ૨૦૧૨માં ૧૬૬૬ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૦૭માં ૧૧૮૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જે સીટ પર સૌથી ઓછા ઉમેદવારો મેદાનમાં છે તેમાં ભીલોડા (એસટી) બેઠકમાં માત્ર બે ઉમેદવારો રહ્યા છે. આવી જ રીતે આણંદમાં ત્રણ, મોરવા હડફમાં ત્રણ, ઝગડિયા (એસટી) બેઠક પર ત્રણ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. વધારે ઉમેદવારોની વાત કરવામાં આવે તો વિરગમગામમાં ૨૨ ઉમેદવારો મેદાનમાં છે. આવી જ રીતે જામનગર ઉત્તરમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં છે.
 ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમામ બેઠક પર મુખ્ય સ્પર્ઘા જોવના મળી રહી છે. આ વખતે પ્રથમ તબક્કામાં ૪૪૧ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. 

Previous article૧૦૪-ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી સ્ટાફને તાલીમ અપાઈ
Next articleનેતાઓની સભા કરતા ઉમેદવારની રાત્રિ ભોજન પાર્ટીમાં ઉમટી રહેલી જનમેદની