આજના સમયમાં છોકરીઓ પણ છોકરાઓના સમકક્ષ છે તેવું સાબિત કરતું ઉદાહરણ માણસા તાલુકાના ધોળાકુવા ગામની વિદ્યાર્થિનીએ પૂરું પાડ્યું છે જેમાં રાજ્ય કક્ષા ના યોજાયેલા ખેલ મહાકુંભ માં પટેલ શ્રદ્ધાબેન ભરતભાઈ અને પટેલ ગિરીશ કુમાર ભરતભાઈ આ બે વિદ્યાર્થીઓએ તેઓની રાજ્યકક્ષા માટે પસંદગી થતા વિશિષ્ટ શિક્ષક વિરેન્દ્ર ભાઈ ભટ્ટ ના માર્ગદર્શન સાથે પૂર્ણ તૈયારીઓ કરી ભાગ લઇ કરેલ પ્રદર્શનમાં આ બંનેનો વિદ્યા ક્રમાંક આવતા તેમના વિશિષ્ટ શિક્ષક સહિત ધોળાકુવા ના સરપંચ એડકી ઠાકોર સહિત શાળા પરિવાર અને ગ્રામજનોએ તેઓને ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.