કાલથી અમદાવાદ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર-૧ ૫૦ દિવસ માટે બ્લોક

1137

હેરિટેજ અમદાવાદના રેલવે સ્ટેશન પર કાલુપુર સાઈડના દેખાવને પણ હેરિટેજ લુક અપાશે. જેના ભાગરૂપે સ્ટેશન પર ૨ જાન્યુઆરીથી કામગીરી શરૂ થતા ૫૦ દિવસ માટે પ્લેટફોર્મ નંબર ૧ પર ટ્રેનોનું સંચાલન બંધ કરવામાં આવશે. પ્લેટફોર્મ પર આવેલા વેઈટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ સહિત અન્ય પેસેન્જર સુવિધાઓને પણ અપગ્રેડ કરવામાં આવશે. દિવ્યાંગ પેસેન્જરોની સુવિધા માટે ગાઈડિંગ ટાઈલ્સ લગાવાશે.

ડી.આર.એમ. દિનેશ કુમારે જણાવ્યું કે, સ્ટેશનના પ્રવેશ દ્વાર અને બહાર નિકળવાના રસ્તાને ત્રણ દરવાજા જેવો બનાવવાની સાથે બહારનો દેખાવ સરખેજના રોજા જેવો દેખાવ બનાવવામાં આવશે.

સ્ટેશનને હેરીટેજ લૂક આપવા પ્લેટફોર્મ નંબર ૧ પર આવતી લાંબા અંતરની ૪૬ જેટલી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર ખસેડવામાં આવશે. જ્યારે મહેસાણા તરફથી આવતી લોકલ તેમજ ડેમુ ટ્રેનોને સાબરમતી ખાતે અને વડોદરા તરફથી આવતી લોકલ અને ડેમુ ટ્રેનોને વટવા ખાતે અટકાવી ત્યાંથી જ પરત કરાશે.

વડોદરા-અમદાવાદ મેમુ અને અમદાવાદ-આણંદ મેમુ ટ્રેનોનું વટવાથી સંચાલન કરવામાં આવશે. જ્યારે અમદાવાદ-મહેસાણા ડેમુ, અમદાવાદ-પાટણ ડેમુ, પાટણ-અમદાવાદ પેસેન્જર ટ્રેનોનું સાબરમતીથી સંચાલન કરવામાં આવશે. જ્યારે અમદાવાદ-ગાંધીનગર મેમુ અને અમદાવાદ-આણંદ મેમુ સંપૂર્ણ રદ કરવામાં આવી છે.

Previous articleસિદ્ધાર્થ લો કોલેજમાં પર્યાવરણ દિવસ મનાવાયો
Next articleAIIMSની ફાળવણી કરવી તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છેઃ વિજયભાઈ રૂપાણી