ઇશા ગુપ્તા ફિલ્મો મેળવી લેવા હજુ પણ સંઘર્ષ કરે છે : હેવાલ

1565

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી અને મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા બોલિવુડમાં છેલ્લા કેટલાક વર્ષોથી હોવા છતાં ફિલ્મ મેળવી લેવા હજુ સંઘર્ષ કરી રહી છે. તેની પાસે સારી ફિલ્મો હજુ આવી રહી નથી. તમામ કુશળતા, ખુબસુરતી અને સેક્સી ફિગર હોવા છતાં તે ફ્લોપ સાબિત  થઇ રહી છે. ઇશા નિષ્ફળતા વચ્ચે  લાઇમ લાઇટમાં રહેવા માટેના તમામ પ્રયાસો કરતી રહે છે. તેના ચાહકો પણ તેને સેક્સી રોલમાં જોવા માટે જ વધારે ઇચ્છુક રહે છે. ઇશા ગુપ્તા હાલમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાક નવા સેક્સી ફોટો મુકી ચુકી છે. જેના કારણે તે સતત ચર્ચામાં છે. તેના  સેક્સી ફોટાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. જ્વેલરી બ્રાન્ડ માટે પણ તે હાલમાં નવા ફોટા પડાવી ચુકી છે. જે તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. ઇશા ગુપ્તા બોલિવુડ અને સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. જો કે તેની પાસે મલ્ટીસ્ટારર ફિલ્મો વધારે આવી રહી છે. તે બાદશાહો, રૂસ્તમમાં પણ નજરે પડી હતી.

Previous articleઆમિર ખાને ચાહકોને કરી અપીલ રૂબરૂ રોશની જોવાનું ચૂકતા નહીં
Next articleવર્ષ ૨૦૧૯માં ભારતીય ક્રિકેટ ટીમનો સંપૂર્ણ કાર્યક્રમ