ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૮ મિશ્રિત રહ્યું છે. ટીમ જ્યાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ હારી તો ઓસ્ટ્રેલિયા પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક છે. ભારતીય ટીમ માટે ૨૦૧૯ ઘણા પડકારો લઈને આવશે. આ વર્ષે ભારત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે રમશે તો કોહલી એન્ડ કંપની સામે વિશ્વ કપના રૂપમાં સૌથી મોટો પડકાર છે.
ભારતીય ટીમે વિશ્વ કપ પહેલા ૧૩ વનડે મેચ રમવાની છે. આ સિવાય પાંચ ટી૨૦ ઈન્ટરનેશનલ મુકાબલા રમશે. વિશ્વ કપની શરૂઆત ૩૦ મેથી થઈ રહી છે પરંતુ ભારતનો પ્રથમ મેચ ૫ જૂને રમાશે. આ વિશ્વકપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. એટલે કે ટૂર્નામેન્ટની તમામ ટીમ એકબીજા સાથે રમશે. જુઓ ટીમ ઈન્ડિયાનો ૨૦૧૯નો સંપૂર્ણ કાર્યક્રમ
તારીખ મેચ સમય (ભારતીય)
૩-૭ જાન્યુઆરી, ૨૦૧૯ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ટેસ્ટ સિડની સવારે ૫ કલાકે
૧૨ જાન્યુઆરી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, પ્રથમ વનડે સવારે ૭.૫૦ કલાકે
૧૫ જાન્યુઆરી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બીજી વનડે સવારે ૭.૫૦ કલાકે
૧૮ જાન્યુઆરી ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ત્રીજી વનડે સવારે ૭.૫૦ કલાકે
ન્યૂઝીલેન્ડ પ્રવાસ
૨૩ જાન્યુઆરી પ્રથમ વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, નેપિયર, સવારે ૭.૩૦ કલાકે
૨૬ જાન્યુઆરી, બીજી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, મોઉનગુઈ સવારે ૭.૩૦ કલાકે
૨૮ જાન્યુઆરી, ત્રીજી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, મોઉનગુઈ, સવારે ૭.૩૦ કલાકે
૩૧ જાન્યુઆરી, ચોથી વનડે, વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન, સવારે ૭.૩૦ કલાકે
૩ ફેબ્રુઆરી, પાંચમી વનડે વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, વેલિંગટન, સવારે ૭.૩૦ કલાકે
૬ ફેબ્રુઆરી, પ્રથમ ટી૨૦, વેલિંગ્ટન, બપોરે ૧૨.૩૦ કલાકે
૮ ફેબ્રુઆરી, બીજી ટી૨૦, ઓકલેન્ડ, બપોરે ૧૨.૩૦ કલાકે
૧૦ ફેબ્રુઆરી, ત્રીજી ટી૨૦, ઓકલેન્ડ, બપોરે ૧૨.૩૦ કલાકે
ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે
૨૪ ફેબ્રુઆરી પ્રથમ વનડે, મોહાલી, બપોરે ૧૨.૩૦ કલાકે
૨૭ ફેબ્રુઆરી, બીજી વનડે, હૈદરાબાદ, બપોરે ૧૨.૩૦ કલાકે
૨ માર્ચ, ત્રીજી વનડે, નાગપુર, બપોરે ૧.૩૦ કલાકે
૫ માર્ચ, ચોથી વનડે, દિલ્હી, બપોરે ૧.૩૦ કલાકે
૮ માર્ચ, પાંચમી વનડે, દિલ્હી, બપોરે ૧.૩૦ કલાકે
૧૦ માર્ચ, પ્રથમ ટી૨૦, બેંગલુરૂ, સાંજે ૭ કલાકે