પ્રો કબડ્ડી લીગઃ બેંગલુરૂ બુલ્સનો ગુજરાતને ૪૧-૨૯થી હરાવી ફાઇનલમાં પ્રવેશ

895

પ્રો કબડ્ડી લીગના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સને ૪૧-૨૯થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ સાથે પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં ગુજરાત વિરુદ્ધ બુલ્સની આ પ્રથમ જીત છે. પરંતુ ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. તેનો મુકાબલો બીજા ક્વોલીફાયરમાં દબંગ દિલ્હી અથવા યૂપી યોદ્ધા વચ્ચે રમાનારા મેચના વિજેતા સામે થશે. ગુજરાત પ્રો કબડ્ડીની પાંચમી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચ્યું હતું.

બેંગલુરૂ બુલ્સના કેપ્ટન રોહિત કુમારે પ્રથમ પોઈન્ટ હાસિલ કરતા પ્રો કબડ્ડી લીગમાં પોતાના ૬૦૦ પોઈન્ટ પૂરા કર્યા અને આ સાથે પવન કુમાર સેહરાવતે પણ આ સિઝનમાં પોતાનો ૨૫૦ પોઈન્ટ પૂરા કર્યા છે. આમ કરનાર તે પ્રથમ ખેલાડી પણ બન્યો છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ કોર્ટનો નિર્ણય કર્યો હતો. પરંતુ પહેલા ક્વોલીફાયર પોઈન્ટ પવને મેળવ્યો હતો. ત્યારબાદ ગુજરાત માટે સચિને બે પોઈન્ટ લઈને ટીમને લીડ અપાવી હતી.

Previous articleઆઈસીસીએ કરી સુપર-૧૨ માટે ક્વોલિફાઈ ટીમોની ઘોષણા, શ્રીલંકા-બાંગ્લાદેશને ઝટકો
Next articleકમલનાથ સરકારમાં વંદેમાતરમ ગાવા પર રોક લગાવાઈ : ભાજપા