શહેરના મોટાભાગના વિસ્તારોમાં વહેલી પરોઢે અને મોડીરાત્રે પ્રદુષિત હવાનું ગાઢ આવરણ છવાઈ જતા લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.
છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેરમાં શિયાળાની સિઝન દરમ્યાન વહેલી સવારે અને મોડી રાત્રે જમીન પર નજીકના અંતરે અવકાશમાં પ્રદુષિત હવાનું આવરણ છવાઈ જાય છે. આ દુષિત હવાની માત્રા વધવા સાથોસાથે પવનની ગતિ મંદ પડતા અનેક વસાહતોમાં ગાઢ ધુમ્મસનું આવરણ છવાઈ જાય છે. આવી હવાના સંસર્ગમાં લોકો આવે ત્યારે આંખો બળતરા, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી ગળામાં બળતરા થવી, માથુ દુઃખવું, બેચેની લાગવી સહિતની ફરિયાદો આમ બને છે. આવા પ્રદુષણનું મુખ્ય કારણ છે. શહેરમાં વધી રહેલ ઉદ્યોગો તથા વાહનો દ્વારા બેફામપણે ફેલાવવામાં આવતો કાર્બન ડાયોક્સાઈડ હાલ શહેરના ચિત્રા, પ્રેસ ક્વાર્ટર, વિઠ્ઠલવાડી, આનંદનગર સહિતના વિસ્તારોમાં પ્રદુષણની સૌથી વધુ ઘાતક અસરો જોવા મળી રહી છે. રાજ્યમાં હવાનું સૌથી અધિક પ્રદુષણમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતને તંત્ર ગંભીરતાથી ન લેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.