નાસાનું અંતરિક્ષ યાન (સ્પેસક્રાફ્ટ) ન્યૂ હોરાઇઝન્સ નવા વર્ષે બ્રહ્માંડની અત્યાર સુધીની જાણીતી તમામ સીમાઓને પાર કરી ગયું છે. ભારતીય સમયાનુસાર સવારે ૧૧.૦૩ વાગ્યે ન્યૂ હોરાઇઝન્સ કુઇપર બેલ્ટ (બ્રહ્માંડની સીમાઓથી આગળનું સ્થાન) પર પહોંચી ગયું છે. અમેરિકાના મેરિલેન્ડમાં સ્થિત જ્હોન હોપકિન્સ અપ્લાયડ ફિઝિક્સ લેબ અનુસાર, નાસાનું આ યાન અત્યાર સુધી પૃથ્વીની નજીક ૬.૪ અબજ કિમી દૂર છે.
અલ્ટિમા થુલેમાં પહોંચીને અત્યાર સુધી આ યાન એ તમામ વાતની જાણકારી એકઠી કરશે કે, ધરતીના વાયુમંડળનું નિર્માણ કેવી રીતે થયું છે.
હકીકતમાં, અંતરિક્ષના આઠ ગ્રહોની આગળના વિરાટ અને અત્યંત ઠંડા ક્ષેત્રમાં જ આ વાતનું રહસ્ય છૂપાયેલું છે કે, ૪.૫ અબજ વર્ષ પહેલાં આપણું સૌર મંડળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. એટલે કે, સૂર્ય અને અન્ય ગ્રહો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હતા.
વૈજ્ઞાનિકોએ અંતરિક્ષના દૂરના બિંદુમાં મોજૂદ એક ઓબ્જેક્ટ અલ્ટિમા થૂલેને સ્પેસક્રાફ્ટનું લક્ષ્ય બનાવ્યું છે. ન્યૂ હોરાઇઝનનું લક્ષ્ય ૧૯થી ૩૫ કિમી લાંબા ક્ષેત્રની તપાસ કરવાનું જ છે.
વૈજ્ઞાનિકોને હવે ન્યૂ હોરાઇઝનના પ્રથમ વીડિયોની રાહ છે. હકીકતમાં, આટલાં અંતરે સ્થિત અંતરિક્ષ યાન સુધી સિગ્નલ પહોંચાડવામાં ૬ કલાકથી પણ વધુ સમય લાગે છે. સાથે જ સિગ્નલની પ્રતિક્રિયા આવવામાં વધુ ૬ કલાકનો સમય લાગે છે.
સ્પેસક્રાફ્ટની પ્રથમ સિગ્નલ અંદાજિત ૧૦ કલાકમાં આવવાની આશા છે. સિગ્નલ બાદ જ નાસાને જાણકારી મળશે કે ન્યૂ હોરાઇઝન હજુ સુધી યોગ્ય સ્થિતિમાં છે કે નહીં.