મીડિયા રિપોર્ટસ અનુસાર, કાદર ખાનની એક ઈચ્છા અધૂરી રહી ગઈ. કાદર ખાન અમિતાભ બચ્ચન, જયા પ્રદા અને અમરીશ પુરીને લઈને ‘જાહીલ’ નામની ફિલ્મ બનાવવા માંગતા હતા. તે ફિલ્મનું નિર્દેશન તેઓ ખુદ કરવા માંગતા હતા. પરંતુ નસીબને તેમની આ ફિલ્મ બનવું મંજૂર ન હતું. કહેવાય છે કે, કાદર ખાનની આ ફિલ્મના વિચાર બાદ ફિલ્મ કુલીના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા અને તેઓ અનેક મહિના હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા.