યશવંતરાય નાટયગ્રુહ ખાતે મતદાન જાગ્રુતિ અર્થે વોટોત્સવ કાર્યક્રમ યોજાયો

762
bvn4122017-8.jpg

ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકો પર તા. ૦૯ ડીસેમ્બરે મતદાન થનાર હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર  ભાવનગર દ્વારા યશવંતરાય નાટયગ્રુહ ખાતે મતદાન જાગ્રુતિ અર્થે વોટોત્સવ-૨૦૧૭ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય ૧૦૪-પૂર્વ તથા ૧૦૫-પશ્ચિમ ભાવનગર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર પ્રમોદ કુમાર (આઈ. આર. એસ.) દ્વારા કરાયો હતો. 
ઉત્સવ સ્વરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરની નટરાજ સ્કુલ, પ્રાથમિક શાળા નં. ૬૯, પ્રાથમિક શાળા નં. ૪૪, સીસ્ટર નિવેદીતા શાળા, સર. પી. પી. સાયન્સ કોલેજ, અમર જ્યોતિ ઈન્ટરનેશનલ, નંદકુંવરબા સ્કુલ, સરકારી શાળા નં. ૭૬, જય બહુચરાજી શક્તિ ગ્રુપ કાળાતળાવ સહિતની સંસ્થાઓ દ્વારા લોકન્રુત્ય, અભિનય ગીત, દેશભક્તિ ફ્યુઝન, કવ્વાલી સહિતના કાર્યક્રમો થકી મતદાન જાગ્રુતિનો સંદેશ અપાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૬૦ વિધાર્થી તથા કલાકારોએ ભાગ લીધો હતો.  આ કાર્યક્રમના સુંદર આયોજન માટે સ્વીપના નોડલ ઓફીસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી સહિત સ્વીપ કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleમોટાભાગના વિસ્તારોમાં મોડીરાત્રે અને વહેલી સવારે છવાય છે ગાઢ ધુમ્મસ !
Next articleશહેરમાં આજે પીએમ મોદીની જાહેરસભા : તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ