ડિસેમ્બરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બે રેલ્વે કર્મચારીઓનું સન્માન કરાયું

771

ભાવનગર રેલ્વે ડીવીઝન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનો ઉત્સાહ વધારવા દર મહિને સન્માન કરવામાં આવે છે જેના ભાગરૂપે ડિસેમ્બર માસમાં જુનાગઢનાં બે કર્મચારીઓનું રૂા.૧ હજાર તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતું. જુનાગઢ સ્ટેશનનાં ટીકીટ નિરીક્ષક નરેન્દ્ર પી. જોશીએ વગર ટીકીટે મુસાફરી કરતા ૧૩૭ યાત્રીકો, અનિયમિત ટીકીટ પર મુસાફરી કરતા ૨૫૨ તથા ફી ભર્યા વિના સામાન લઈ જતા ૭ યાત્રીગકોને ઝડપી લઈને ૨.૨૭ લાખનો દંડ વસુલ્યો હતો જે વર્ષ દરમ્યાન કુલ ૧૪.૯ લાખ થયેલ જ્યારે જુનાગઢનાં હેડ કોન્સ્ટેબલ દોલતસિંહે ટ્રેનમાં યાત્રીકો દ્વારા ભુલાઈ ગયેલ બેગ માલીકને પરત સુરક્ષીત પહોંચાડવા માટે તેમને સન્માનીત કરવામાં આવ્યા હતા.

Previous articleવલભીપુરમાં કોલેજ બિલ્ડીંગની માંગ સાથે NSUI દ્વારા રેલી, આવેદન
Next articleઅલ્ટ્રાટેક કંપનીના ડમ્પરે જરખને અડફેટે લેતા મોત