જાફરાબાદ ખાતે આવેલી અલ્ટ્રાટેક કંપનીના ડમ્પરે એક જરખને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવ સંદર્ભે વન વિભાગે અલ્ટ્રાટેક કંપનીને રૂા. ૩.૭પ લાખનો દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જાફરાબાદ રોડ પર અલ્ટ્રાટેક કંપનીના ડમ્પર ચાલકે શેડયુલ ૩માં આવતા પ્રાણી જરખને અઢફેટે લઈને મોત નિપજાવ્યું હતું. બાદમાં જેસીબીની મદદથી જરખને બાજુમાં માઈનસમાં નાખી દઈને નિકાલ કર્યો હતો. આ ઘટનાની જાણ રાજુલા ફોરેસ્ટના આરેઅફઓ રાજુલબેન પાઠકને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડમ્પર તથા જેસીબી કબ્ઝે લઈને રૂા. ૩.૭પ લાખનો દંડ વસુલ્યો હતો.