સફળતાની ચમત્કારી ચાવી દ્વારા સાચી ખુશીની પ્રાપ્તિના ૧પ સુચનો

1079

જીવનમાં ખુશી હશે તો સુખ, સંતોષ, આનંદ, સ્વાસ્થ્ય અને અન્ય સદ્દગુણો આપોઆપ મળશે. આ ખુશીના ખજાનના તાળું ખોલવાની ચાવીઓ ચિંતકોએ આપી છે તે યાદ રાખીએ. (૧) મજા પડે તેવી વાતોનું જ શ્રવણ, વંચન કે મનન કરો કે લખો. (ર) ઉગતો, આથમતો સુર્ય, રાત્રે ચમકતો ચંદ્ર, તારા, આકાશની વિશાળતાં,  પંખીઓનો કલરવ, પરોપકારી વૃક્ષો, આસપાસનું પર્યાવરણ (નદી, દરીયો કે ઉંચા પહાડો વગેરે પણ)ને દિલભરીને નિહાળો અને માણો. (૩) સર્વ શક્તિમાન કુદરતી કૃપા માટે રોજ આભાર માનીને પ્રાર્થના (ઈબાદત) કરો. (૪) જરૂરત મંદોની બદલાની  આશા વિના શકય તેટલી મદદ કરો. કંઈ નહિં તો હુંફાળા બે શબ્દો કે સુંદર સ્મિત આપીને ખુશ કરો. ખુશી મળશે જ. (પ) સ્વ-સુચનો વડે મનને કહો ખુશ રહીશ, હંમેશા ખુશ રહીશ… એ મારો અધિકાર છે. (૬) નિરાશા આવે કે તુરંત શાંત થઈ ભૂતકાળની ખુશીની ક્ષણો યાદ કરો અને મનને કહો કે દુઃખ પછી સુખ  અને તડકા ભુતકાળની ખુશીની ક્ષણો યાદ કરો અને મનને કહો કે દુઃખ પછી સુખ અને તડકા  પછી છાંયો હોય જ. (એવરી કલાઉડ્‌સ હેઝ અ સિલ્વર લાઈન) (૭) નક્કી કરેલા ધ્યેયને મક્કમતાથી ફરી ફરી યાદ કરો – ફરિયાદ ના કરો ! (દયાળુ, કૃપાળુ જીવનદાતાને યાદ કરો.) (૮) નાના બાળકો સાથે બાળક જેવા સરળ અને નિર્દોષ બની રોજ થોડો સમય વીતવો. (૯) વડિલોને સાંભળો તેમને હુંફ મળશે. તેમનો આદર દિલથી કરો. માત્ર દેખાડો નહીં. (૧૦) કોઈ દુઃખી તેની આપવીતી કહે તો એકાગ્રતાથી સાંભળીને પછી બહું મીઠી ભાષામાં આશ્વાસન તથા શકય તેટલી મદદ દિલથી કરવી. (૧૧) મહાપુરૂષોના જીવનચરિત્રનું વાંચન કે શ્રવણ કરવું. (૧ર) નકારાત્મક વિચારો આવે કે તુરંત બહાર ફરવાં જવું, બે ગ્લાસ પાણી પી જવું, ફળો ખાવા, પોઝિટિવ વિચારો આવે તેવું વાતાવરણ, વાંચન અને મિત્રોનો સંગ રાખવો. માંદલા વિચારોવાળા આપણને પણ વિચારોથી માંદાલ (નેગેટિવ) બનાવે છે. (૧૩) નિરોગી રહેવાના સામાન્ય નિયમો જાણી તે પ્રમાણે આચરણ કરવું (૧૪) આપણી પાત્રતા કરતાં વધુ પૈસા, પદ, પ્રતિષ્ઠા વગેરે મેળવવાની અપેક્ષા છોડવી. કોઈપણ વસ્તુનો અતિરેક હાનિકર્તા છે. સિવાય કે સાચી ખુશી દ્વારા મળતો સંતોષ અને સુખ (૧પ) કુટેવ, કસુસંગ અને કુભાવ. આ ત્રણ કુની ત્રિપુટીથી દુર રહેવાથી સ્વાસ્થય, સંતોષ, સુખ અને સિધ્ધી મળે છે. જેથી સાચી ખુશી મળે છે.

લાંબુ અને નિરોગી જીવન

અમુક કુટુંબોમાં મોટા ભાગના લોકો ૯૦ કે ૧૦૦ વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવતા હોય છે, જે માટે જીન્સ (વારસાગત : રંગ સુત્ર – કણો) જવાબદાર છે. આ પરિબળોને (આપણા મા-બાપ, પુર્વજો) આપણે બદલી નથી શકતા. આ સિવાયના પરિબળો જાણવા માટે નિષ્ણાંતોએ સદી વટાવી ગયેલા સેંકડો લોકોની જીવનશૈલીનો અભ્યાસ કર્યો. તેના તારણો ટુંકમાં (૧) તેઓની કોઈ વ્યસનો નહોતા. (ર) શરીરનો બાંધો પતાળો હતો. (૩) જીવનભર કાર્યરત હતાં.  (૪) સમયસર, સપ્રમાણ આહર અને નિદ્રા લેતા. (પ) ફળ અને શાકભાજી વધુ ખાતા હતાં. (૬) જીવનશૈલી હકારાત્મક (પોઝિટિવ) હતી. (૭) બીજા પર ખુબ ઓછો આધાર રાખતા (સવાવલંબી) (૮) કુદરતી જીવન સાથે કુદરત પર શ્રધ્ધા રાખતા. આમ આસ્થા અને અવસ્થા બંને વધારતા.

Previous articleકોલગર્લ કથા : ગુણાનુવાદ અને સંસ્થાપન સાદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે