ગુજરાતમાં હવે ટેક્નોલોજી નો દરેક ક્ષેત્રે ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં હવે ચોરેને પકડવામાં ટેક્નોલોજી આશિર્વાદ સમાન બની છે. જેમાં ગુજરાતના રેતી માફિયાઓને પકડવા અધિકારી ઓ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
જેમાં ડ્રોન કેમેરાની મદદથી ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં બનાસકાંઠાના ભડથમાં બનાસનદીમાંથી રેતી ખનન ઝડપ્યું છે. ૩-ડમ્પર અને ટ્રેક્ટર સાથે રૂ.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ત્યારે અધિકારી સુભાષ જોશીએ રૂ.૬ લાખનો દંડ વસૂલ કર્યો છે. જેથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.